Not Set/ શેરબજારમાં કોહરામ, વિદેશી રોકાણકારોએ માત્ર ૪ દિવસમાં ભારતીય બજારમાંથી કાઢ્યા ૯૩૫૫ કરોડ રૂપિયા

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલા દબાવ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં મોટા કડાકા જોવા મળી રહ્યા છે, ત્યારે શેરમાર્કેટમાં મચેલી આ અફરાતફરીના કારણે દેશના વિદેશી રોકાણમાં પણ ભારે નુકશાન થયું છે. છેલ્લા ચાર દિવસોની વાત કરવામાં આવે તો, વિદેશી રોકાણકારોએ ભારતીય બજાર […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલા દબાવ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં મોટા કડાકા જોવા મળી રહ્યા છે, ત્યારે શેરમાર્કેટમાં મચેલી આ અફરાતફરીના કારણે દેશના વિદેશી રોકાણમાં પણ ભારે નુકશાન થયું છે.

છેલ્લા ચાર દિવસોની વાત કરવામાં આવે તો, વિદેશી રોકાણકારોએ ભારતીય બજાર (શેયર એન્ડ ડેટ) માંથી પોતાના ૯૩૫૫ કરોડ રૂપિયા કાઢી લીધા છે.

business-foreign-investors-panic-pulled-out-9355-crores-four-days-indian-capital-market

અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો સ્પષ્ટપણે ૨૧,૦૦૦ કરોડ રૂપિયા બહાર કાઢી લીધા છે.

તાજેતરમાં જ સામે આવેલા આંકડાઓ મુજબ, વિદેશી રોકાણકારોએ ૧ થી ૫ ઓક્ટોબર દરમિયાન શેયર બજારમાંથી ૭,૦૯૪ કરોડ રૂપિયા જયારે ડેટ માર્કેટમાંથી ૨,૨૬૧ કરોડ રૂપિયા બહાર કાઢ્યા છે.

આ મુખ્ય કારણો છે જવાબદાર ?

ક્રુડ ઓઈલની કિંમતોમાં થઇ રહેલો વધારો, અમેરિકા દ્વારા ટ્રેજેરી યીલ્ડમાં કરાયેલો વધારો અને ગ્લોબલ લેવલે ડોલરમાં થઇ રહેલો ઘટાડો જેવા પ્રમુખ કારણોના લીધે FPI (ફોરગેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) દ્વારા ભારતીય બજારમાંથી વિદેશી હુંડિયામણ પાછું લેવામાં આવી રહ્યું છે.