Not Set/ નવરાત્રિમાં ધુળથી ખરાબ થઇ છે ત્વચા? અજમાવી જુવો આ 6 બ્યુટી ટીપ્સ

અમદાવાદ   નવરાત્રિ ચાલે છે ત્યારે યુવતી બ્યુટીને લઇને સચેત થઇ જાય છે.નવરાત્રિમાં હેવી મેકઅપ લગાવતી છોકરીઓએ ત્વચાની સારસંભાળ રાખવી જરૂરી બને છે. નિષ્ણાતો કહે છે કે નવરાત્રિમાં  બ્યૂટી પાર્લરમાં જવાનો ટાઈમ ના મળે તો ઘરે જ સ્કીન કેર લેવી જરૂરી છે અને પાર્લરમાં ફેશિયલ કરાવ્યા પછી પણ હોમકેર લેવી અતિ આવશ્યક છે. અહીં નવરાત્રિને લગતી […]

Fashion & Beauty Lifestyle

અમદાવાદ  

નવરાત્રિ ચાલે છે ત્યારે યુવતી બ્યુટીને લઇને સચેત થઇ જાય છે.નવરાત્રિમાં હેવી મેકઅપ લગાવતી છોકરીઓએ ત્વચાની સારસંભાળ રાખવી જરૂરી બને છે. નિષ્ણાતો કહે છે કે નવરાત્રિમાં  બ્યૂટી પાર્લરમાં જવાનો ટાઈમ ના મળે તો ઘરે જ સ્કીન કેર લેવી જરૂરી છે અને પાર્લરમાં ફેશિયલ કરાવ્યા પછી પણ હોમકેર લેવી અતિ આવશ્યક છે.

અહીં નવરાત્રિને લગતી 6 બ્યુટી ટીપ્સ આપવામાં આવી છે…

રાતે જો હેવી મેકઅપ કર્યો હોય તો સવારે ઊઠીને તરત ઠંડા પાણીથી ફેસ ધોઈને કાચું દૂધ લગાવવું. કાચા દૂધમાં લીંબુ અને મધ પણ ભેળવી શકાય. રેગ્યુલર યુઝ ચોક્કસ રીઝલ્ટ આપશે.

Image result for navratri makeup

નવરાત્રિમાં બેકલેસ ચોલીમાં તમારી પીઠ અને કમરનો ભાગ ખુલ્લો રહે છે. તે ભાગ ઉપર પાર્લરમાં જઈ બ્લીચ કરાવી શકાય.

Related image

ખુલ્લામાં ગરબા રમવાને કારણે ધુળના ઉપદ્રવથી ખીલ પણ વધુ ખીલી ઉઠતા હોય છે.નવરાત્રિ દરમિયાન વધુ પાણી પીવાનું રાખશો તો ખીલ દબાઇ જશે.ગરબેથી રમી આવ્યા પછી બે વાર મોઢુ ધોવાનું રાખો.ખીલ પર મુલતાની માટી પણ ઇફેક્ટીવ રહેશે.

Image result for multani mitti

ગરબા ગાતા ગાતા જો ગરદન કે ચહેરો ધુળથી ખરડાયો હોય તો અલોવેરા જેલમાં હળદર ભેળવીને ફેસ,ગરદન અને સ્કીન પર લગાવો. 10 મીનીટ પછી વોશ કરી નાંખો. સ્કીન લાઈટનીંગ અને ટાઈટનીંગ માટે આ ઉપાય ખૂબ અસરકારક છે.

Image result for aloe vera gel turmeric

એકને કે ફોડકીવાળી સ્કીન પર ચંદન પાવડરમાં કડવા લીમડાનો રસ ભેળવી લગાવવો.

Related image

નવરાત્રિમાં ક્યારેય ઓઈલી મેકઅપ કરવો નહી.ઓઇલી મેકઅપ સાથે ધુળનું મિશ્રણ ત્વચાની ખાનાખરાબી કરી શકે છે. મેટ મેકઅપનો યુઝ તમારા ફેસને ફ્રેશ લુક આપશે.

Related image