Not Set/ ભાજપને મોટો ઝટકો : જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાયા

ભાજપના સંસ્થાપક સદસ્ય રહેલા પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહના પુરો પરિવાર બુધવારે કોંગ્રેસમાં જોડાયો છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં પ્રભાવ ધરાવતા જસવંત સિંહ ના પરિવારનું ભાજપથી છેડો ફાડવો પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર જસવંત સિંહના પુત્ર પુરા પરિવાર સાથે પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. માનવેન્દ્ર હાલ, ભાજપમાંથી શિવ સીટ પરથી […]

Top Stories India

ભાજપના સંસ્થાપક સદસ્ય રહેલા પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહના પુરો પરિવાર બુધવારે કોંગ્રેસમાં જોડાયો છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં પ્રભાવ ધરાવતા જસવંત સિંહ ના પરિવારનું ભાજપથી છેડો ફાડવો પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર જસવંત સિંહના પુત્ર પુરા પરિવાર સાથે પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. માનવેન્દ્ર હાલ, ભાજપમાંથી શિવ સીટ પરથી ધારાસભ્ય છે. માનવેન્દ્ર સાથે એમની પત્ની ચિત્રા સિંહ, જસવંત સિંહના બીજા પુત્ર ભુપેન્દ્ર સિંહ અને જસવંત સિંહની પત્ની શીતલે કોંગ્રેસની સદસ્યતા લીધી છે.

જણાવી દઈએ કે, ગયા મહિને બાડમેરના પચપદરાની સ્વાભિમાન રેલીમાં માનવેન્દ્ર સિંહે એક જ ભૂલ, કમળનું ફૂલ કહીને ભાજપ છોડી દીધું હતું. ત્યારબાદથી જ અટકળો લગાવવામાં આવતી હતી કે માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસની આ વખતે કોશિશ રહી છે કે, નારાજ રાજપૂતોને તોડવામાં આવે અને કોંગ્રેસમાં લાવવામાં આવે. જોકે, ભાજપ કોશિશ કરી રહ્યું છે કે રાજપૂતોનો ડર દેખાડીને કોંગ્રેસના પરંપરાગત મતદાતા જાટોને પોતાના પક્ષમાં લાવવામાં આવે.