Not Set/ ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન પહોચ્યું ૧ લાખ કરોડ રૂ.ને પાર, જુઓ આ આંકડા

નવી દિલ્હી, ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા ઓક્ટોબર મહિનામાં જમા થયેલા GST ટેક્સ કલેક્શનનો આંકડો સામે આવ્યો છે.  સરકારના આંકડાઓ મુજબ, ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા ઓક્ટોબર મહિનામાં જમા થયેલા GST ટેક્સ કલેક્શનનો આંકડો સામે આવ્યો છે.

 સરકારના આંકડાઓ મુજબ, ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ગુરૂવારે નાણામંત્રી અરૂણ જેટલીએ કરેલી જાહેરાત પ્રમાણે ગત વર્ષ કરતાં આ મહિને જીએસટી કલેક્શનમાં થોડો વધારો થયો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં જીએસટીનું કલેક્શન ૯૪,૪૪૨ કરોડ રૂપિયાનું હતું.

ઓક્ટોબર 2018માં સેન્ટ્રલ જીએસટી (CGST)ની આવક ૧૬,૪૬૪ કરોડ રૂપિયાની હતી,જ્યારે સ્ટેટ જીએસટી (SGST)ની આવક ૨૨,૮૨૬ કરોડ રૂપિયા હતી અને ઇન્ટીગ્રેટેડ જીએસટી (IGST)ની આવક ૫૩,૪૧૯ કરોડ રૂપિયા છે. એમ ઓક્ટોબર મહિનાની કુલ જીએસટીની આવક ૧,૦૦,૭૧૦ કરોડ રૂપિયા છે.

આ વર્ષના મે મહિનામાં જીએસટી કલેક્શન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા,જુન મહિનામાં ૯૫,૬૧૦ કરોડ રૂપિયા, જુલાઇ મહિનામાં ૯૬,૪૮૩ કરોડ રૂપિયા, ઓગષ્ટ મહિનામાં ૯૩,૯૬૦ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૪૪૨ કરોડ રૂપિયા હતું.

નાણામંત્રીએ કહ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં દર મહિને ૧ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન કરવાનું અમારૂ લક્ષ્ય છે.

ઓક્ટોબર મહિનામાં દેશમાં ઉત્પાદન વધ્યું છે અને તેની સામે ધંધો અને રોજગાર પણ વધ્યા છે. છેલ્લાં ૧૫ મહિનાથી મન્થ મેનુફેક્ચર ઇન્ડેક્સ 50 પોઇન્ટથી વધુનો રહ્યો છે. આ ઇનડેક્સ જળવાઇ રહેવાના કારણે પણ જીએસટીનું કલેક્શન વધ્યું છે.