Not Set/ ટીકીટ ના મળતાં ભાજપના કાર્યકરે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો

જબલપુર, મધ્યપ્રદેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે પક્ષોમાં ટીકીટને લઇને હવે કાર્યકરો મરણિયા બન્યા છે. મઘ્યપ્રદેશમાં ભાજપના એક કાર્યકરને ચૂંટણીની ટીકીટ નહીં મળતા તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.જોવાની વાત એ હતી કે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કાર્યકરે તેના વિરોધીને ટીકીટ ના મળે અને પોતાને ટીકીટ મળે તે માટે આ છેલ્લું કૃત્ય કર્યું હતું.અવતારસિંહ નામના કાર્યકરે હરેન્દ્રજીત […]

India

જબલપુર,

મધ્યપ્રદેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે પક્ષોમાં ટીકીટને લઇને હવે કાર્યકરો મરણિયા બન્યા છે. મઘ્યપ્રદેશમાં ભાજપના એક કાર્યકરને ચૂંટણીની ટીકીટ નહીં મળતા તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.જોવાની વાત એ હતી કે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કાર્યકરે તેના વિરોધીને ટીકીટ ના મળે અને પોતાને ટીકીટ મળે તે માટે આ છેલ્લું કૃત્ય કર્યું હતું.અવતારસિંહ નામના કાર્યકરે હરેન્દ્રજીત સિંઘ નામના ઉમેદવારને ટિકિટ મળતા તેનો વિરોધ કરવા જબલપુરમાં આવેલા ભાજપના કાર્યાલય સામે જ પોતાની જાતને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલિસ જણાવ્યા અનુસાર, અવતાર સિંઘ નામના ભાજપના વરિષ્ઠ નેતા પોતાની સાથે કેરોસીનનો કેરબો લઈને આવ્યા હતા, અને બપોરે સાડા બાર વાગ્યે તેમણે ભાજપની ઓફિસ સામે જ સૂત્રોચ્ચાર કરવાનું શરુ કર્યું હતું. તેમણે હરેન્દ્ર જીત સિંઘને ટિકિટ આપવાનો વિરોધ કરી તેમના પર જાહેરમાં આક્ષેપબાજી શરુ કરી હતી.

અવતાર સિંઘે આરોપ મૂક્યો હતો કે, થોડા વર્ષો પહેલા રિક્ષા ચલાવતો હરેન્દ્ર કરોડપતિ થઈ ગયો છે તેની તપાસ થવી જોઈએ.

આવતારસિંહે કહ્યું કે હું શરુઆથી જનસંઘ સાથે હતો, અને ભાજપને પણ દરેક મોરચે ટેકો આપતો આવ્યો છું.છતાં મને ટીકીટ નથી મળતી.ભાજપે લીંબુની જેમ મને નીચોવ્યો જ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અવતાર સિંઘે પોતાના પર કેરોસિન પણ છાંટી લીધું હતું. જોકે, તેઓ દિવાસળી ચાંપે તે પહેલા જ ભાજપના કાર્યકરોએ તેમને પકડી લીધા હતા. ઝપાઝપી દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા, અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા