Not Set/ શું ખરેખર રાફેલ ડીલમાં અંબાણીની કંપની શામેલ છે ? દસોલ્ટના CEOઓએ કરી આ સ્પષ્ટતા

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી રાફેલ ડીલ અને પ્રાઇવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદને લઈ ફાઈટર પ્લેન બનાવનારી કંપની દસોલ્ટના CEO એરિક ટ્રેપરિકે એક મહત્વની સ્પષ્ટતા કરી છે. #WATCH: ANI editor Smita Prakash interviews CEO Eric Trappier […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી રાફેલ ડીલ અને પ્રાઇવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદને લઈ ફાઈટર પ્લેન બનાવનારી કંપની દસોલ્ટના CEO એરિક ટ્રેપરિકે એક મહત્વની સ્પષ્ટતા કરી છે.

રાફેલ ડીલમાં રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ દ્વારા કરાઈ હતી પસંદ

દસોલ્ટ કંપનીના CEOએ જણાવ્યું છે કે, “અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને તેઓની કંપની દ્વારા પોતે જ પસંદગી કરાઈ હતી. આ ડીલમાં રિલાયન્સની સાથે અન્ય ૩૦ કંપનીઓ પણ ભાગીદાર છે”.

સમાચાર એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું, “ભારતીય વાયુસેના આ ડીલનું સમર્થન કરે છે, કારણ કે તેઓને આ પ્લેનની જરૂરત છે”.

બે સરકારો વચ્ચે નક્કી થઇ હતી ડીલની કિંમત

એરિક ટ્રેપરિકે જણાવ્યું, “૩૬ વિમાનોની કિંમત પણ એટલી જ છે, જે ૧૮ તૈયાર વિમાન માટે નક્કી કરવામાં આવી હતી. ૩૬ વિમાન એ ૧૮નું બેગણું છે, જ્યાં સુધી અમારી કંપનીની વાત છે તો, આ કિંમત પણ બેગણી હોવી જોઈએ હતી. પરંતુ આ બે દેશની સરકાર વચ્ચેનો મામલો હતો, જેથી તેઓએ આ ડીલની કિંમત તેઓએ નક્કી કરી હતી અને અમારે પણ કિંમત ઓછી કરવી પડી હતી”.

હું ખોટું બોલતો નથી : દસોલ્ટ CEO

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વર્તમાન મોદી સરકાર પર પ્રાઇવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે આ અંગે પણ એરિક ટ્રેપરિકે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેઓએ રાહુલ ગાંધીના આરોપો અંગે કહ્યું હતું કે, “હું ખોટું બોલતો નથી. આ પહેલા જે સત્ય મેં કહ્યું હતું તેમજ જે નિવેદન આપ્યા હતા, તે સાચા છે. મારી છબી ખોટું બોલવાની નથી”.