સુરત,
ફિલ્મ સ્ટારના ચાહકો તેમને કેટલી હદે ચાહે છે તે જાહેર કરવા માટે તક મળે તો તેઓ ચુકતા નથી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બાંધયા છે. તેથી સુરતના એક રંગોળી આર્ટિસ્ટ એવા ચાહકે બંને માટે એક રંગોળીની કંકોત્રી બનાવીને દીપવીરને લગ્નની શુભેચ્છા આપી હતી.
સુરતમાં રહેતા કરણ જરીવાળા દીપિકા પાદુકોણ અને રણવીરસિંહનો ખુબ મોટો ચાહક છે. બંને ફિલ્મસ્ટાર એકબીજાને જીવન સાથી બનાવવા બની ગયા છે. ત્યારે તેમના આ ચાહકે સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા રંગોળી ઉત્સવમાં રંગોળીથી બંને ફિલ્મ સ્ટારની લગ્નની કંકોત્રી બનાવી છે. સાથે સાથે રંગોળીથી બંનેના ચિત્રો પણ બનાવ્યા છે. જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સાયન્સ સેન્ટર ખાતે આવતા દરેક લોકો રંગોળીથી બનાવવામાં આવેલી કંકોત્રી અને તેમના ચિત્રો જરૂર જુએ છે. કરણ જરીવાળા રંગોળી આર્ટિસ્ટ છે. તેણે પણ પોતાની આ કલાથી પોતાની લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યું હતું. બંને હંમેશા ખુશ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
