Not Set/ રાહુલે PM મોદીને આપ્યો પડકાર, રાફેલ મુદ્દે મારી સાથે 15 મિનિટ ચર્ચા કરી બતાવો

દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલના મુદ્દે સતત PM મોદી ઉપર સતત નિશાન સાધવામાં આવી રહ્યા છે. પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલને ખાસ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. રાફેલ ડીલના મુદ્દાને લઇને સતત નિશાન સાધનારા રાહુલ ગાંધીએ હવે પીએમ નરેન્દ્ર મોદીને આ […]

Top Stories India Trending Politics
Rahul Gandhi gives challenge to PM Modi,Debate with me about Raphael Deal

દિલ્હી,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલના મુદ્દે સતત PM મોદી ઉપર સતત નિશાન સાધવામાં આવી રહ્યા છે. પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલને ખાસ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. રાફેલ ડીલના મુદ્દાને લઇને સતત નિશાન સાધનારા રાહુલ ગાંધીએ હવે પીએમ નરેન્દ્ર મોદીને આ અંગે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

છત્તીસગઢના અંબિકાપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાફેલ ડીલ ઉપર ચર્ચા કરવાનો પડકાર ફેક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું PM મોદીને ચેલેન્જ કરું છું કે, ગતે ત્યારે ગમે તે જગ્યાએ અને કોઇ પણ પ્રદેશમાં મારી સાથે સ્ટેજ ઉપર આવીને રાફેલ ડીલ મુદ્દા ઉપર 15 મિનિટ ડિબેટ (ચર્ચા) કરી બતાવે. 15 મિનિટ મને બોલવા દે અને 15 મિનિટ મોદી બોલે. હું એચએએલ વિશે બોલીશ, મને જે ફાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતું એના વિશે બોલીશ.”

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, “હું બોલીશ કે 526 કરોડ રૂપિયાનું ફાઇટર જેટ નરેન્દ્ર મોદીએ 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું. હું કહીશ કે કોઇપણ પ્રોસિજર ફોલો થઇ નથી. હું કહીશ કે રક્ષામંત્રીએ ચોખ્ખું કહ્યું હતું કે, આ ડીલ તેમણે નહીં પરંતુ વડાપ્રધાન મોદીએ કરી છે.”

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં પડકાર ફેંકતા કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી તેમની સામે આવે, તેઓ મોદીને ગળે મળશે અને રાફેલ ડીલ ઉપર વાત કરશે. પરંતુ નરેન્દ્ર મોદી જવાબ નહીં આપી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત નિવેદનને લઇને તેના ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદીએ ખેડૂતો પાસે કાળું નાણું હોવાની વાત કહીને અન્નદાતાઓનું અપમાન કર્યું છે.

રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કથિત વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું હતું કે, શું તમે માલ્યા, મેહુલભાઇ, નીરવ મોદીને ઘઉં ઉગાડતા જોયા છે? મોદી ખેડૂતોનું અપમાન ન કરો.