Not Set/ #indvsaus : પ્રથમ ટી-૨૦માં હાર બાદ કેપ્ટન કોહલીએ કરી ગર્જના, કહ્યું, “પિકચર અભી..

બ્રિસબેન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો છે. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમે ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી અને ૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. જો કે ભારતીય […]

Trending Sports

બ્રિસબેન,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો છે. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમે ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી અને ૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

sports-#indvsaus-team india-australia-t20-virat-kohli-speaking-after-loose-match

જો કે ભારતીય ટીમની આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, “આ મેચમાં થયેલી હારથી વધુ દુઃખ થશે નહિ, કારણ કે હજી સિરીઝની બે મેચ રમાવવાની બાકી છે“.

કેપ્ટન કોહલીએ કહ્યું, “જયારે પણ અમારા ત્રણથી ચાર ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે, ત્યારે આ અમારો દિવસ સારો રહે છે. આ અંગે વિચારવાનો વધુ સમય નથી”.

sports-#indvsaus-team india-australia-t20-virat-kohli-speaking-after-loose-match

પ્રથમ મેચની હાર અંગે તેઓએ કહ્યું હતું કે, “અંતિમ ઓવરોમાં સ્ફોટક બેટ્સમેન ઋષભ પંતનું આઉટ થવું એ આ મેચનો ટર્નિંગ પોઈન્ટ પુરવાર થયો હતો”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ ૨૨ નવેમ્બરના રોજ મેલબર્ન અને અંતિમ મેચ ૨૫ નવેમ્બરે સિડની ખાતે રમાવવાની છે.