એન્ટીગા,
વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમ વધુ એકવાર ફાઈનલમાં પોતાની ટિકિટ મેળવવાથી બાકી રહી ગયું છે. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાને ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે અને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.
#WT20 : England beat India by 8 wickets in the semifinals of the Women's T20 World Cup
— ANI (@ANI) November 23, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૧૯.૩ ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી અને માત્ર ૧૧૩ રન બનાવ્યા હતા. જો કે ભારત દ્વારા અપાયેલા ૧૧૪ રનના ટાર્ગેટ સામે ઈંગ્લેંડની ટીમે આ લક્ષ્ય ૧૭ બોલ બાકી રાખતા જ વટાવી દીધો હતો અને ૮ વિકેટે વિજય મેળવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.

ઈંગ્લેંડ તરફથી એલેન જોન્સ (૫૩) અને નટાલી સ્કીવરે (૫૨) શાનદાર ફિફ્ટી ફટકારી હતી અને પોતાની ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો. વર્લ્ડકપમાં ઈંગ્લેંડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સેમિફાઈનલમાં યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝને ૭૧ રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ૨૦૦૯ અને ૨૦૧૦માં પણ વર્લ્ડકપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ત્યારે પણ ફાઈનલમાં પ્રવેશવાથી ચુકી થઇ હતી.
