Not Set/ અયોધ્યા વિવાદ : પોલીસની છાવણીમાં તબદીલ થઇ રામનગરી, આજે પહોચશે ઉદ્ધવ ઠાકરે

અયોધ્યા, છેલ્લા કેટલાક વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણને લઈ જોવા મળતા ગરમાવા વચ્ચે રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં અંદાજે ૨ લાખ લોકો ભેગા થવાની આશંકા છે. VHPની આ ધર્મસભાને લઈ અયોધ્યામાં પરિસ્થિતિ ખુબ તનાવપૂર્ણ જોવા મળી રહી છે. આ તંગદિલીને જોતા સમગ્ર શહેરમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. […]

Top Stories India Trending

અયોધ્યા,

છેલ્લા કેટલાક વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણને લઈ જોવા મળતા ગરમાવા વચ્ચે રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં અંદાજે ૨ લાખ લોકો ભેગા થવાની આશંકા છે.

VHPની આ ધર્મસભાને લઈ અયોધ્યામાં પરિસ્થિતિ ખુબ તનાવપૂર્ણ જોવા મળી રહી છે. આ તંગદિલીને જોતા સમગ્ર શહેરમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

શુક્રવારે લખનઉમાં પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ DGP સ્તરના પોલીસ ઓફિસર, એક ડેપ્યુટી IG, ત્રણ સિનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૧૦ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૨૧ ફિલ્ડ ઓફિસર, ૧૬૦ ઇન્સ્પેકટર, ૭૦૦ કોન્સ્ટેબલ, PACની ૪૨ કંપની, RAFની ૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત અયોધ્યામાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે, જો કે VHPનો રોડ શો રોકવામાં આવશે નહિ.

ઉદ્ધવ ઠાકરે પહોચશે અયોધ્યા

अयोध्या शिवसेना के लिए इमेज परिणाम

બીજી બાજુ, આ ધર્મસભામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ૨૪ નવેમ્બર એટલે કે શનિવારના રોજ અયોધ્યા પહોચવાના છે. તેઓ અંદાજે ૨ વાગ્યે બપોરે અયોધ્યા પહોચવાના છે અને આ દરમિયાન તેઓ અનેક સંતો સાથે બેઠક કરશે.

આ ઉપરાંત તેઓ છત્રપતિ શિવાજીના જન્મસ્થળ શિવનેરી કિલ્લામાં પૂજા પાઠ કરીને અહિયાંથી માટી ભરી હતી અને ત્યારબાદ તેઓ આ માટી રામજન્મભૂમિ સ્થળના મહંતને સોપશે.

અયોધ્યા પહોચ્યા શિવસૈનિકો

अयोध्या शिवसेना के लिए इमेज परिणाम

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત હજારોની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોચી રહ્યા છે. શુકવાર રાતથી વિશેષ ટ્રેન દ્વારા ૨ હજારની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોચ્યા છે. આ તમામ મુંબઈના થાણે જિલ્લાના બતાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યા સ્ટેશન પર ઉતરવાની સાથે જ શિવસૈનિકો રેલ્વે સ્ટેશનનું પરિસર “જય શિવાજી-જય ભવાની”ના નારા સાથે ગૂંજી ઉઠ્યું હતું.

અયોધ્યા ઉતરવાની સ્તાહે જ શિવસૈનિકોએ કહ્યું હતું કે, “અમે તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જગાડવા માટે આવ્યા છે”.