કડોદરામાં મોબાઇલ રિપેર કરવાની દુકાન ધરાવતા વિશાલકુમાર રાજકુમારસિંહ (23)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.25મી એ રવિવારે સવારે સાતેક વાગ્યે તાંતીથૈયાના સોનીપાર્કમાં આવેલી ચાની દુકાન પર ચા પીવા તેના મિત્ર દિલીપ ગુપ્તા સાથે ગયા હતા. તે વખતે ત્યાં એક વ્યક્તિનો ભેટો થયો હતો. જેણે પોતાનું નામ રૂપસિંહ કોમલસિંહ ચૌધરી હોવાનું કહ્યું હતું.
સાથે જ રૂપસિંહે કહ્યું, બારડોલી ખાતે ગોડનું મંદિર છે. ત્યાં ચાલ. ત્યાં તને શાંતિ મળશે. તારી તકલીફ દૂર થશે અને પૈસાની તકલીફ પણ દૂર થઈ જશે. જો તું ઇસાઈ ધર્મ સ્વીકારીશ તો તને બેથી અઢી લાખ રૂપિયા સંસ્થા તરફથી આપવામાં આવશે.
આવી લલચામણી વાત કરી ધર્મ પરિવર્તન કરવાની વાત કરનારા સામે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
