અમદાવાદ:
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી ગ્રાહકોને રાહત મળી રહી છે. ત્યારે સતત પાંચમાં દિવસથી ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે પાછલા એક મહિનાથી વધારે સમયથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટવાનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સામાન્ય ગ્રાહકોને મોંઘવારીથી રાહત મળી રહી છે.
પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ
દિલ્હી : 74.49 રૂપિયા
કોલકાતા : 76.47 રૂપિયા
મુંબઇ : 80.03 રૂપિયા
ચેન્નઇ : 77.32 રૂપિયા
ડીઝલની કિંમત
ચાર મહાનગરોમાં ડીઝલની કિંમત ક્રમશ
દિલ્હી : 69.29 રૂપિયા
મુંબઈ : 71.14 રૂપિયા
કોલકત્તા : 72.56
ચેન્નઇ : 73.20
દિલ્હી અને કોલકત્તામાં ડીઝલમાં 41 પૈસા તો મુંબઈ અને ચેન્નઈમાં 43 પૈસાનો ઘટાડો કર્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઉંચા જવાની સંભાવના ઘણી ઓછી નજરે પડી રહી છે.
અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવમાં 67 પૈસાનો ઘટાડો અને ડીઝલના ભાવમાં 43 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદમાં પેટ્રોલ – 71.80, ડીઝલ- 72.45.
રાજકોટમાં પેટ્રોલ – 71.56, ડીઝલ – 72.23
સુરતમાં પેટ્રોલ 71.73, ડીઝલ 72.41,
વડોદરામાં પેટ્રોલ 71.47, ડીઝલ 72.13
જ્યારે આ વાતની સંભાવના છે કે, 6 ડિસેમ્બરે વિયનામાં ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે ઓપેકની બેઠકમાં સાઉદી અરબ ઓઇલની અપૂર્તી ઘટના પર ભાર મુકશે. જાણકારો દ્વારા જણાવ્યું હતું કે, ઓપેકના દરેક સભ્યો વચ્ચે ઓઇલ ઉત્પાદન ઘટાડવા પર સહમતિ હોવાની સંભાવનાઓ ઓછી છે. ત્યારે અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડાર વધવાથી કિંમતો પર દબાણ આવી શકે છે.
