ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ સોમવારે કરતારપુર કોરીડોરની આધારશીલા મૂકી છે.આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પંજાબના મુખ્યમંત્રી અમરીદર સિંહ અને કેન્દ્રીય મંત્રી હમસિમરત કૌર બાદલ પણ હાજર રહ્યા હતા.
Gurdaspur(Punjab): Vice President M Venkaiah Naidu to lay the foundation stone for the construction of Dera Baba Nanak-Karatarpur Sahib road corridor. Punjab CM Amarinder Singh,Governor VP Badnore,Union Ministers Nitin Gadkari, Hardeep Puri and others also present at the ceremony pic.twitter.com/OA7rvV3jHo
— ANI (@ANI) November 26, 2018
કેન્દ્રીય મંત્રી હમસિમરત કૌર બાદલે કહ્યું હતું કે ૭૦ વર્ષોમાં ઘણા વડાપ્રધાન આવ્યા અને ગયા પરંતુ પીએમ મોદીના આવ્યા બાદ આ કોરીડોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
#WATCH I am warning you(Pakistan Army Chief Qamar Bajwa), we are also Punjabis, you will not be allowed to enter here and vitiate the atmosphere: Punjab Chief Minister Captain Amarinder Singh pic.twitter.com/ACk82SYHRg
— ANI (@ANI) November 26, 2018
I am warning you( Pakistan Army Chief Qamar Bajwa), we are also Punjabis, you will not be allowed to enter here and vitiate the atmosphere: Punjab Chief Minister Captain Amarinder Singh pic.twitter.com/zPzWBSeb35
— ANI (@ANI) November 26, 2018
એટલું જ નહી પરંતુ કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનના પીએમને પણ ધન્યવાદ કહ્યું છે અને કરતારપુર બોર્ડર માટે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે આજે ગુરુ નાનકને લીધે બંને દેશ પોતાની કડવાહટ ભૂલીને સાથે આવી ગયા છે.
I would like to ask Pakistan Army Chief Qamar Bajwa something, as a soldier. Which Army teaches to violate ceasefire and kill jawans on the other side? Which Army teaches to send ppl to attack Pathankot and Amritsar? This is cowardness: Punjab CM Capt Amarinder Singh pic.twitter.com/mwtDvrRVqm
— ANI (@ANI) November 26, 2018
જે કામ ૭૦ વર્ષોથી અટકેલું પડ્યું હતું તે કામમાં જો નીતિન ગડકરીને મોકો મળે તો તે ૭૦ દિવસમાં જ વિકાસ કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન
કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ કાર્યક્રમમ અખ્યું હતું કે જે કામ ૭૦ વર્ષોથી અટકેલું પડ્યું હતું તે હવે મને પૂરું કરવા માટેનો મોકો મળ્યો છે. અમે કરતારપુર કોરીડોરને ચાર લેનમાં બનાવીશું.
આ કામ અમે ૪-૪.૫ મહિનામાં જ પૂરું કરી દઈશું. વધુમાં તેમણે કહ્યું હતું કે આ કોરીડોર બનવાને લીધે પંજાબ ટુરીઝમને પણ વેગ મળશે. પંજાબની સરકાર લગાતાર અમારા કામમાં સહયોગ કરતી રહી છે.
આશાની કિરણ બની શકે છે કોરીડોર
બને દેશની આઝાદી પછી કદાચ પ્રથમ વખત એવું બનશે કે કોઈ પણ પ્રકારની સમસ્યા વગર લોકો બોર્ડર પાર કરી શકશે . આ જ કારણોને લીધે આ કોરીડોર નવી આશા લઈને આવે એવું લાગી રહ્યું છે .
ભારતના વિદેશમંત્રીએ ચોખ્ખી ના પાડી દીધી
પાકિસ્તાનના વડાપ્રધાને કોરીડોરના પાયો નાખવાના કાર્યક્રમ માં પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આમંત્રણ આપ્યું છે.
જેમાં સુષ્મા સ્વરાજે આ આમંત્રનો અસ્વીકાર કર્યો છે. કાર્યક્રમમાં ભારતના પ્રતિનિધિ તરીકે હર સિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ શામેલ થશે.
શું મહત્વ છે કરતારપુર સાહિબ કોરીડોરનું ?
તમને જણાવી દઈએ કે સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનકદેવે કરતારપુરમાં પોતાના જીવનના કેટલાક અંતિમ દિવસો વિતાવ્યા હતા. અહિયાં એક ગુરુદ્વારા છે જેને કરતારપુર સાહિબ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાનની સીમાથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલ છે.
આ ગુરુદ્વારાનો સંબંધ શીખોના પહેલા ગુરુ શ્રી ગુરુનાનક દેવ સાથે છે. ગુરુનાનકે રાવી નદીના કિનારે એક નગર વસાવ્યું હતું અને ‘ઇશ્વરનું નામ જપો, મહેનત કરો અને વહેંચીને ખાઓ’ એવી શીખ આપી હતી.
ઇતિહાસમાં જણાવ્યા અનુસાર, ગુરુનાનક દેવ તરફથી ભાઈ લહણાજીને ગુરુગાદી પણ આ સ્થાને જ સોંપવામાં આવી હતી.ભાઈ લહણાજીને બીજા ગુરુ અંગદ દેવના નામે ઓળખવામાં આવે છે. ગુરુનાનક દેવે છેલ્લે આ સ્થળે જ સમાધિ લીધી હતી.
