Not Set/ ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

કાબુલ, ઈરાકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે બે દિવસમાં તબાહીનું મંજર સામે આવી ગયું છે. માત્ર બે દિવસમાં જ આ વિનાશક પૂરના ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે આ જાણકારી ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદ્રએ જણાવ્યું હતું કે, મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો […]

Top Stories World Trending

કાબુલ,

ઈરાકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે બે દિવસમાં તબાહીનું મંજર સામે આવી ગયું છે. માત્ર બે દિવસમાં જ આ વિનાશક પૂરના ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે આ જાણકારી ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી.

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદ્રએ જણાવ્યું હતું કે, મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ પૂરને લીધે ૧૮૦ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, સલાહાદ્દીન પ્રાંતમાં કુલ ૧૦,૦૦૦ હજાર લોકો અને નિનેવેહમાં ૧૫,૦૦૦ લોકોને તત્કાલ મદદ પહોચાડવાની જરૂરત છે.

બીજી બાજુ પ્રધાનમંત્રી અબ્દેલ મહદીએ શુક્રવારે ઘોષના કરી હતી કે, લોકોની મદદ માટે સુરક્ષાબળો, સ્થાનીય અધિકારીઓનો એક સંકટ પકોસ્ઠ સ્થાપિત કરવાના છે”.