Not Set/ #Delhi : CM કેજરીવાલના જનતા દરબારમાં મળ્યો જીવતો કારતૂસ

નવી દિલ્હી, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર થોડાક દિવસ અગાઉ જ મિર્ચી પાવડરથી થયેલા હુમલા બાદ મંગળવારે CMની સુરક્ષામાં છીંડા બતાવતી એક ઘટના સામે આવી છે. CM કેજરીવાલ દ્વારા આયોજિત જનતા દરબારમાં એક શખ્સ જીવતો કારતૂસ લઈને પહોચ્યો હતો. જો કે ત્યારબાદ આ શખ્સની ધરપકડ કરવામાં આવી રહી છે અને પૂછતાછ હાથ ધરવામાં આવી રહી […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર થોડાક દિવસ અગાઉ જ મિર્ચી પાવડરથી થયેલા હુમલા બાદ મંગળવારે CMની સુરક્ષામાં છીંડા બતાવતી એક ઘટના સામે આવી છે.

CM કેજરીવાલ દ્વારા આયોજિત જનતા દરબારમાં એક શખ્સ જીવતો કારતૂસ લઈને પહોચ્યો હતો. જો કે ત્યારબાદ આ શખ્સની ધરપકડ કરવામાં આવી રહી છે અને પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ સાથે જ મુખ્યમંત્રીની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, દિલ્હી સરકારના જનતા દરબારમાં એક શખ્સ પોતાના ખિસ્સામાં ૦.૩૨ MMનો જીવતો કારતૂસ લઈને પહોચ્યો હતો. આ યુવક મૌલાના ગ્રુપ સાથે આવ્યો હતો અને તે વક્ફ બોર્ડ દ્વારા સેલરી વધારવાની માંગને લઈ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. આ આરોપીની ઓળખ મોહમ્મદ ઇમરાના સ્વરૂપમાં થઇ છે.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, “મસ્જિદનીઓ દાનપેટીમાં કારતૂસ મળ્યા હતા, જેણે પોતાના પર્સમાં રાખ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ દિલ્હીના સચિવાલયમાં અરવિંદ કેજરીવાલ પર મિર્ચી પાવડરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો બપોરે બે વાગ્યે જયારે તેઓ લંચ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે થયો હતો.