Not Set/ અરવલ્લીની પ્રાથમિક શાળાઓમાં ROપ્લાન્ટ ખાઇ રહ્યા છે ધૂળ, તંત્ર ઘોર નિદ્ઘાંમાં

અરવલ્લી, અરવલ્લીની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે. પરંતુ આ આરઓ પ્લાન્ટ છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઇ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં મુકવામાં આવેલા આરઓ પ્લાન્ટ ધૂળ ખાતા હોવાથી આરોગ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને આરઓ પ્લાન્ટ મૂકવામાં […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

અરવલ્લીની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે. પરંતુ આ આરઓ પ્લાન્ટ છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઇ રહ્યા છે.

પ્રાથમિક શાળાઓમાં મુકવામાં આવેલા આરઓ પ્લાન્ટ ધૂળ ખાતા હોવાથી આરોગ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને આરઓ પ્લાન્ટ મૂકવામાં આવે છે.

રાજ્ય સરકાર સરકાર દ્વારા શાળાના બાળકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પ્રાથમિક શાળાઓમાં આર ઓ પ્લાન્ટ આપવામાં આવ્યા છે.પરંતુ રાજ્ય તેમજ જિલ્લા શિક્ષણ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ નાના ભૂલકાઓને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી તો ઠીક પણ પીવાના પાણી માટે જ ફાંફાં પડી ગયા છે.

જિલ્લાની કેટલીક શાળાઓમાં પીવાના પાણીના અભાવે આરઓ પ્લાન્ટ નથી લગાવાયા તો ક્યાંક તંત્રની ગોકળ ગાય જેવી કામગીરી થી આરઓ પ્લાન્ટના કનેક્શનો જ અપાયા નથી તો કેટલીક જગ્યા એ પાણી હોવા છતાં આરઓ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

જેથી બાળકોને શુદ્ઘ પાણી મળી રહે. જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આરઓ પ્લાન્ટ ધૂળ ખાતી હાલતને લઇને સત્તાધીશો સાથે વાત કરી ત્યારે સત્તાધીશો મૌન ધારણ કરી લીધું અને કોઇ પણ પ્રકારની વાતચીત કરવાની ના કહી દીધી.મહત્વનું છે કે આરઓ પ્લાન્ટની આ ધૂળ ખાતી હાલતને જોઇને લાગી રહ્યું છે કે બાળકનો સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવે છે.