Not Set/ સુરતમાં પરપ્રાંતીય યુવાનનું રહસ્યમય મોત, દાંડી રોડ પરથી મૃતક મળ્યો બિનવારસી હાલતમાં

સુરત, સુરતના જહાંગીરપુરાના દાંડી રોડ પરથી કોલકોતાનો એક કારીગર રહસ્યમય રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવ્યો હતો. બિનવારસી મળી આવેલા અબુ હનીફ હાજી મૌલાના મૃતદેહ બાદ તેના પરિવારજનોને જાણ કરાઈ હતી. સુરતમાં રહેતા  હનીફ હાજી મૌલા છેલ્લા 30 વર્ષથી સુરતમાં માર્બલ ફિટિંગના કારીગર તરીકે કામ કરે છે. દિવાળીના પર્વ બાદ 3 સંતાન અને પત્નીને મળી […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના જહાંગીરપુરાના દાંડી રોડ પરથી કોલકોતાનો એક કારીગર રહસ્યમય રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવ્યો હતો. બિનવારસી મળી આવેલા અબુ હનીફ હાજી મૌલાના મૃતદેહ બાદ તેના પરિવારજનોને જાણ કરાઈ હતી.

સુરતમાં રહેતા  હનીફ હાજી મૌલા છેલ્લા 30 વર્ષથી સુરતમાં માર્બલ ફિટિંગના કારીગર તરીકે કામ કરે છે. દિવાળીના પર્વ બાદ 3 સંતાન અને પત્નીને મળી હાલ 18મી નવેમ્બરે જ તેઓ સુરત આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારની મોડી સાંજે મૃત હાલતમાં દાંડી રોડ નજીક રોડ બાજુએથી મળી આવ્યા હોવાનું જાણવા મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હિમામ અબુ મૌલા (પુત્ર)એ જણાવ્યું હતું કે શુક્રવારની મોડી સાંજે પિતાનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થયા બાદ તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. શાંત સ્વભાવથી ઓળખતા પિતા અબુ મૌલાના રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘટના સ્થળની મુલાકાત બાદ એવું પણ ના કહી શકાય કે અકસ્માત થયો હશે.

પિતા અબુ મૌલાના ખિસ્સામાંથી તેમનું પાકીટ ગુમ થયું છે. જોકે ચોર ખિસ્સામાં મુક્ત રૂપિયા અને ડાયરીને આધારે તેમની પોલીસે ઓળખ કરી છે.

પોસ્ટ મોર્ટમ દરમિયાન ડોક્ટરને અબુના માથે ગંભીર ઇજા હોવાનું બહાર આવતા તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. અબુના મોતને લઈ અકસ્માત કે હત્યાએ પોલીસ માટે મુઝવણનો પ્રશ્ન બની ગયો હતો.