Not Set/ HIV પોઝીટીવ હોવાના કારણે મહિલા કર્મચારીને કંપની છોડવા માટે કરાઈ મજબુર

પુણે, મહારાષ્ટ્રની એક ફાર્મા કંપનીમાં કામ કરતી મહિલાને HIV પોઝીટીવ હોવાના કારણે કંપની માંથી નીકળી જવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો. આ મહિલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પુણેમાં લેબર કોર્ટ દ્વારા ફાર્મા કંપનીને આ મહિલા કર્મચારીને એનું સ્થાન પરત આપવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આખી ઘટના એવી છે કે, ફાર્મા કંપનીમાં કામ કરતી […]

Top Stories

પુણે,

મહારાષ્ટ્રની એક ફાર્મા કંપનીમાં કામ કરતી મહિલાને HIV પોઝીટીવ હોવાના કારણે કંપની માંથી નીકળી જવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો. આ મહિલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પુણેમાં લેબર કોર્ટ દ્વારા ફાર્મા કંપનીને આ મહિલા કર્મચારીને એનું સ્થાન પરત આપવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

આખી ઘટના એવી છે કે, ફાર્મા કંપનીમાં કામ કરતી મહિલાને HIV પોઝીટીવ હતું. એમણે મેડીક્લેમ માટે કંપનીમાં બધાં ડોક્યુમેન્ટ્સ જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મહિલા કર્મચારીએ જણાવ્યું કે,જયારે મેં આ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા ત્યારબાદ એમણે મને HIV વિષે પૂછ્યું અને મે એમને જણાવ્યું કે એ મને મારા પતિ તરફથી મળ્યું છે.

મહિલા કર્મચારીએ કંપનીને જણાવ્યું કે,ત્યારબાદ ૩0 મીનીટમાં જ મને કંપનીમાંથી રીઝાઈન કરવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો. આ મહિલા કર્મચારી એ કંપનીમાં 5 વર્ષથી ટ્રેની ઓપરેટર તરીકે કામ કરતી હતી.

કોર્ટમાં ચાલી રહેલાં કેસમાં લેબર કોર્ટે ફાર્મા કંપનીને આદેશ આપ્યો કે તેઓ આ મહિલાને ફરી એની જગ્યા પર નિમણુંક કરે જેને 3 વર્ષ પહેલાં ટર્મિનેટ કરવામાં આવી હતી અને એટલા સમયનું એનું મહેનતાણું પણ એ મહિલાને ચુકવવામાં આવે.

આ મહિલાએ કોર્ટમાં ગઈ હતી ત્યારે એમણે જણાવ્યું હતું કે, એને જબરદસ્તી HIV નાં કારણે કંપની છોડવા માટે કહેવામાં આવ્યું હતું જયારે કંપનીનાં ડોક્યુમેન્ટ્સમાં ‘ગેરહાજરી’ નું કારણ જણાવવામાં આવ્યું છે.