અમદાવાદ,
ચોમાસુ પૂર્ણ થઈ ગયું અને શિયાળો પણ આવી ગયો છતાં બાપુનગરમાં પડેલો ભૂવો એમનો એમ છે. ચોમાસામાં અમદાવાદમાં મોટા પાયે ભૂવા પડ્યા હતા. જેમાં બાપુનગર ખાતે પણ ભૂવો પડ્યો હતો.
તંત્રનો દાવો હતો કે, જ્યાં પણ ભૂવા પડશે ત્યાં ભૂવા પુરવાની કામગીરી ઝડપી કરવામાં આવશે પણ તે માત્ર કાગળ પર છે. ભૂવાને કારણે વેપારીઓ અને વાહનચાલકો મુશ્કેલીની સામનો કરી રહ્યા છે. ત્યારે.કોર્પોરેશને માત્ર બેરીકેટ મૂકીને સંતોષ માની લીધો છે. તેમજ તંત્રની ઉદાસીનતાના કારણે લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
