Not Set/ સોનિયાનું નામ લઇ બોલ્યા મોદી : અગસ્ટા વેસ્ટલેન્ડની આગ ખુબ દૂર સુધી પહોંચશે

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર ખુબ હુમલા કર્યા હતા. એમણે નેશનલ હેરાલ્ડ અને અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, 2014માં કહ્યું હતું કે દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ અને તે ચિઠ્ઠી તો યાદ જ હશે, સોનિયાજીની ચિઠ્ઠી. પીએમએ આગળ જણાવ્યું કે અમે સરકારમાં આવ્યા બાદ ફાઈલો શોધી […]

Top Stories India

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર ખુબ હુમલા કર્યા હતા. એમણે નેશનલ હેરાલ્ડ અને અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, 2014માં કહ્યું હતું કે દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ અને તે ચિઠ્ઠી તો યાદ જ હશે, સોનિયાજીની ચિઠ્ઠી.

mantavyanews.com

પીએમએ આગળ જણાવ્યું કે અમે સરકારમાં આવ્યા બાદ ફાઈલો શોધી જેમાંથી એક દલાલ વિષે જાણવા મળ્યું. ભારતના નામદારના મિત્રોને એ કટકી આપતો હતો. ઇંગ્લેન્ડનો નાગરિક હતો અને ભાગેડુ હતો. હેલિકોપ્ટર વેચવા અને ખરીદવામાં દલાલી કરતો હતો. ભારત સરકાર કાલે એને દુબઈથી ઉઠાવી લાવી. આ દલાલ ઘણા રહસ્યો ખોલશે.

mantavyanews.com[File Image]
પ્રધાનમંત્રી મોદીએ આગળ જણાવ્યું કે, કોંગ્રેસના કાળમાં તમે પણ લૂટો, હું પણ લૂટુનો ખેલ ચાલતો હતો. આ ઈમાનદારીની જીત છે. એ લોકો જામીન પર બહાર નીકળ્યા છે. આપના ઘરમાં કે મહોલ્લામાં કોઈ જામીન પર હોય તો શું એમનું સન્માન કરવામાં આવે છે, શું એમની સાથે સંબંધ રાખવામાં આવે છે. આપ લોકો આવા જામીન પર ફરતા લોકોને રાજસ્થાન સોંપશો.