જસદણ,
હાલ ચાલી રહેલા જસદણ પેટાચૂંટણીના મતદાનને લઈ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરની અટકાયત કરાઈ છે. જેને પગલે વિરજી ઠુંમર રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પર કોંગ્રેસના નેતાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ મુક્યો હતો.
વિરજી ઠુમ્મરના ધરણાએ મીડિયામાં ચમકવા ઢોંગ હિરેન હિરપરાએ લગાવ્યા આક્ષેપો કર્યા હતા. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખે વીરજી ઠુમ્મરને સ્ટંટબાજ ગણાવ્યા હતા.વિરજી ઠુમ્મરની ગાડી અમારી બધાની સાથે જ હતી તેમણે પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે, તેમણે પોલીસને ગાડી ચેક ન કરવા દીધી અને ઢોંગ કરી લોકોને ઉશ્કેરવા પ્રયત્નો કર્યા હતા.
