Not Set/ જમ્મુ-કાશ્મીર : પુલવામા જીલ્લામાં એનકાઉન્ટરમાં ૬ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. અહી થયેલા એનકાઉન્ટરમાં છ આતંકીનો ઠાર કરવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે અવંતિપોરામાં આરમપુરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. #UPDATE Jammu and Kashmir: Six terrorists killed in the ongoing encounter in Tral, Pulwama. Arms and ammunition recovered. Operation over. pic.twitter.com/FVwNhS85Q5 — ANI (@ANI) December 22, 2018 […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. અહી થયેલા એનકાઉન્ટરમાં છ આતંકીનો ઠાર કરવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે અવંતિપોરામાં આરમપુરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી.

ત્યારબાદ સેના, સુરક્ષાબળ અને પોલીસની ટીમે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. ધેરાઈ જવાને લીધે આતંકીઓએ જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું. આ ઓપરેશનમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા આ આતંકીઓ આતંકવાદી સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દ સમૂહ સાથે જોડાયેલા છે અને મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકિર મુસાના નિકટતા ધરાવે છે.

આ ઠાર કરાયેલા ૬ આતંકીઓમાં અંસાર ગજવત-ઉલ-હિન્દ સમૂહનો ડેપ્યુટી ચીફ સોલલે મોહમ્મદ, રશિક અહેમદ, મીર રૂફ અહેમદ, ઉમર રમઝાન, નદીમ સૈફી અને ફૈસલ જાવેદ શામેલ છે.

હાલમાં મળેલા સમાચાર પ્રમાણે એનકાઉન્ટર પૂરું થઇ ગયું છે પરંતુ હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પુલવામામાં થયેલ એનકાઉન્ટરમાં ૩ આતંકીનો સુરક્ષાબળ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ દ્વારા થયેલા એનકાઉન્ટરમાં આ વર્ષે ૨૫૦થી પણ વધારે આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે.

છેલ્લા આઠ વર્ષ પ્રમાણે આ આંકડો સૌથી વધારે છે.