પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો એમ્બોસ કરેલો ૧૦૦ રૂપિયાનો સિક્કો ૨૫ ડીસેમ્બરના રોજ ચલણમાં મુકશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે પીએમ મોદીએ આ સિક્કાને જાહેરમાં મુક્યો છે.
આ સિક્કો આવતીકાલ એટલે કે અટલજીના જન્મજયંતિના રોજ બહાર પાડશે તેવી ચર્ચાઓ વચ્ચે પીએમ મોદીએ એક દિવસ પહેલા જ બહાર પાડ્યો છે.
Prime Minister Narendra Modi releases commemorative Rs 100 coin in memory of former prime minister Atal Bihari Vajpayee. pic.twitter.com/wE1KHYgEsZ
— ANI (@ANI) December 24, 2018
આ સિક્કાની રીવર્સ સાઇડ પર તેમનો ફોટો છે અને ડાબી બાજુ દેવનાગરી લિપિમાં અને જમણી બાજુ રોમન લિપિમાં અટલ બિહારી વાજપેયી લખેલું છે.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે તેમનું મન હજુ એ માનવા તૈયાર નથી કે અટલજી આપણી વચ્ચે નથી રહ્યા.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એક શિક્ષકના પરિવારમાં જન્મેલા અટલ બિહારી વાજપેયી લોકો વચ્ચે પોતાની પ્રખ્યાત રાજનૈતિક પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.
ભારત રત્નની સન્માનિત અટલજી અંગે માનવામાં આવતું હતું કે, તેઓએ બહુપક્ષીય અને દ્વિપક્ષીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા પોતાના કૌશલ્યનું એક ખાસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એક પત્રકાર, કવિમાંથી પ્રધાનમંત્રી બનેલા અટલ બિહારી વાજપેયીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને ૧૯૯૪માં ભારતના સર્વશ્રેષ્ઠ સાંસદથી પણ સન્માનિત કરાયા છે.
આ ઉપરાંત તેઓના નામ સાથે એક પ્રતિષ્ઠિત રાજનેતા, નિ:સ્વાર્થ સામાજિક કાર્યકર્તા, એક પ્રખર વક્તા, તેજાબી કલમ, કવિ,સાહિત્યકાર, પત્રકાર અને એક સફળ વ્યક્તિત્વવાળા વ્યક્તિ છે.
