Not Set/ NIAએ આતંકી સંગઠન ISISના નવા મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 16 જગ્યાએ પાડ્યા દરોડા

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) દ્વારા ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના નવા મોડ્યુલના ખુલાસાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં NIA દ્વારા દિલ્હી અને યુપીમાં 16 જગ્યા પર એક સાથે દરોડા પાડીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા પાંચ તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો […]

Top Stories India Trending
NIA busted a new module of terrorist Organization ISIS in 16 raids, Five Arrested

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) દ્વારા ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના નવા મોડ્યુલના ખુલાસાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં NIA દ્વારા દિલ્હી અને યુપીમાં 16 જગ્યા પર એક સાથે દરોડા પાડીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પકડાયેલા પાંચ તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો છે. આ અહેવાલ મુજબ આ લોકો કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટેના ષડયંત્રમાં જોડાયેલા હતા.

NIA busted a new module of terrorist Organization ISIS in 16 raids, Five Arrested
NIA Raid in delhi and UP

મીડિયાના અહેવાલો અનુસાર NIA દ્વારા મંગળવારના રોજ દિલ્હીના જાફરાબાદ અને યુપીના અમરોહામાં 16 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં એનઆઇએ અને એટીએસની ટીમો દ્વારા સંયુકત કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં આઇએસઆઇએસ (ISIS)ના નવા મોડ્યુલ હરકત-ઉલ-હર્બ-ઇસ્લામના ખુલાસાનો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએ દ્વારા ઉત્તર પ્રદેશના અમરોહામાં સૈદપુર ઇમ્મા ગામમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મીડિયાના અહેવાલો મુજબ એનઆઇએ બુધવારે સાંજે 4 વાગ્યે પત્રકાર પરિષદ કરે તેવી સંભાવના છે.