મુંબઇ,
થોડા દિવસ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સુપરહિટ ફિલ્મ ‘બર્ફી’ ના દિગ્દર્શક અનુરાગ બાસુ તેમની 2007 ની ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે અને તેમાં રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર અને અભિષેક બચ્ચનને કાસ્ટ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે અનુરાગ આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરના અપોજિટ તાપસી પન્નુને કાસ્ટ કરવા જઈ રહ્યા છે.
જોકે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તાપસી હવે આ ફિલ્મનો ભાગ હશે નહીં. કેટલાક તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર તાપસીએ આ ફિલ્મના શૂટિંગ માટે અનુરાગથી ડેટ્સની ડીટેલ માંગી હતી, પરંતુ અનુરાગ તેના વિશે કંઇંક કન્ફર્મ જણાવી શક્યા નહીં. ત્યારબાદ તાપસીએ પોતાને આ ફિલ્મથી અલગ કરી દીધી.
આપને જણાવી દઈએ કે તાપસી પહેલાથી જ તેની આગામી ફિલ્મ ‘વુમનિયા’ નું શૂટિંગ શરૂ કરી ચુકી છે. કેમ કે તાપસીને ડેટ્સ વિશે જાણકારી મળી નહીં તો એટલા માટે તેને અનુરાગના પ્રોજેક્ટથી પોતાને અલગ કરી દીધી. આ પહેલા તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્જિયા’ માં જોવા મળી હતી જેમાં તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં અવાયું હતું. હવે તે એક વાર ફરીથી તેમની સાથે ‘વુમનિયા’ માં કામ કરે છે.