મુંબઇ,
રાજકુમાર હિરાનીની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ની ત્રીજી ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે. તાજેતરમાં મુન્નાભાઈના સર્કિટ એટલે કે અરશદ વારસીએ કહ્યું હતું કે મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ ટૂંક સમયમાં જ પ્રેક્ષકોને ગુદગુદાવા માટે આવી રહી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઈ છે.
અરશદે કહ્યું કે મને ખબર છે સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે. રાજકુમાર હિરાનીથી જાણવા મળ્યું છે કે આ વર્ષે આ ફિલ્મ ફ્લોર પર હશે. આ ફિલ્મ વર્ષના મધ્યમાં અથવા તો વર્ષના અંતમાં રિલીઝ થશે. થોડું ઘણું જે બાકી છે તેના પરકામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી મને કહેવામાં આવ્યું છે કે હું અને સંજય દત્ત ફિલ્મમાં છીએ.
ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ વર્ષ 2003 માં રિલીઝ થઈ હતી અને તેની સિક્વલ ‘લગે રહો મુન્નાભાઈ’ 2006 માં રિલીઝ કરવામાં આવી હતી. અરશદ વારસી અને સંજય દત્તે બંને ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી હતી.
અઆપને જણાવી દઈએ કે, પ્રથમ ફિલ્મમાં ગ્રેસી સિંહ અને બીજીમાં વિદ્યા બાલન, સંજય દત્તના અપોજિટ જોવા મળી હતી.અગાઉની ફિલ્મોની જે આ વખતે પણ સંજય દત્તની અપોજિટ નવી અભિનેત્રીને કાસ્ટ કરવાની ચર્ચાઓ છે.
