નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે “પરીક્ષા પે ચર્ચા”ના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ ખાસ કાર્યક્રમમાં દેશના ૨૪ રાજ્યોના બાળકો પહોચ્યા છે તેમજ દુનિયાના અન્ય દેશોના બાળકો પણ હાજર રહ્યા છે.
#WATCH Live from Delhi: PM Modi interacts with school students at Pariksha Pe Charcha 2.0 https://t.co/4ckSzC7yn0
— ANI (@ANI) January 29, 2019
આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, “મારા માટે આ કાર્યક્રમનો કોઈ ઉપદેશ આપવા માટે નાથી. હી અહિયાં તમારી વચ્ચે પોતાની જાતને તમારા જેવો જ અને તમારી સ્થિતિની જેમ જ જીવવા માંગુ છું, જે રીતે તમે જીવી રહ્યા છો”.
પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા”ના કાર્યક્રમ દરમિયાન કહ્યું,
મારા માટે આ કાર્યક્રમ કોઈને ઉપદેશ આપવાનો નથી.
એક પરીક્ષા આખી જીંદગી હોતી નથી.
કસોટીથી આપણે એક નવી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ.
જીવનનો મતલબ જ ગતિ હોય છે.
પરીક્ષાનું જીવનમાં અનોખુ મહત્વ છે.
વાલીઓ બાળકના રિપોર્ટ કાર્ડને વિઝીટીંગ કાર્ડ ન સમજે.
જીંદગીમાં અપેક્ષાઓ જરૂરી છે.
PM Modi during Pariksha Pe Charcha 2.0: Technology can be instrumental in connecting parents&children, parents should slowly teach children to use technology in right manner, then children will leave PlayStation for a play ground. Tech must be used to increase our capabilities. pic.twitter.com/hGbvClHxdT
— ANI (@ANI) January 29, 2019
PM મોદીએ તેમના સંબોધનમાં પબજીનો ઉલ્લેખ કર્યો
ટેક્નોલોજીમાં વાલીઓએ પણ રૂચિ લેવી જોઈએ.
પ્રેશરથી પરિસ્થિતિ બગડે છે.
વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું.
ટેક્નોલોજી બાળકોને રોબોટ બનાવે છે.
લક્ષ્ય હંમેશા ઉંચુ રાખવું જોઈએ.
લક્ષ્ય પોતાના સામર્થ સાથે જોડાયેલો હોવો જોઈએ.
જીંદગીમા અપેક્ષા હોવી જોઈએ નિરાશા નહિ.
પરીક્ષાને ઉત્સવની રીતે મનાવવી જોઈએ.
વિદ્યાર્થી પર વધારે દબાણ ન કરવું જોઈએ.
લક્ષ્ય પહોંચ પર હોવો જોઈએ, પકડ પર નહી.
પરીક્ષા માટે જીવન નથી, જીવન માટે પરીક્ષા છે.
માર્કસની પાછળ ન ભાગો, જ્ઞાનની પાછળ ભાગો.
કોઈના દબાણમાં નહી, ક્ષમતા પર કરિયરને પસંદ કરો.
આપણે શિક્ષાને પરિક્ષા સાથે જોડી દીધી છે.
