ભાવનગર,
ભાવનગરમાં માઇનિંગનો વિવાદ વકર્યો છે. માઇનિંગના વિરોધમાં 5 ગામમાં સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યુ છે. તલ્લી ભાંભોર, નીચા કોટડા દયાળ સહિત ગામ આજે બંધ છે. વેપારીઓ, શાળાઓ, સરકારી કામકાજનો બહિષ્કાર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તળાજા અને મહુવા વિસ્તારમાં આવે નીચા કોટડા અને આજુબાજુના તલ્લી, ભામ્ભોર, દયાળ,ભાટિકડા સહિતના ગામોની જમીન અલ્ટ્રાટેક કંપની ને માઇનિંગ માટે સંપાદિત કરવામાં આવી છે, જમીન સંપાદિત થઈ ત્યારથી જ આનો વિરોધ સ્થાનિકો દ્વારા રેલી, આંદોલનો સહિતના કાર્યક્રમો આપી કરવામાં આવી રહ્યો છે,
થોડા દિવસો પહેલા આ માઇનિંગ સાઈટ પર કામ બંધ કરાવવા ગયેલા ગામલોકો પર સાઈટ પર બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને 92 લોકો સામે ગંભીર કલમો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા પણ આ અંગે તપાસ કરી જો જરૂર પડે તો જવાબદાર પોલીસ અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ ઘટના બાદ તંત્ર દ્વારા આ વિસ્તારમાં તમામ ગામોમાં 144 કલમ પણ લાગુ કરી દેવામાં આવી હતી.
જો કે આ સમગ્ર ઘટનાક્રમ બાદ પણ ગામલોકો નો વિરોધ સતત ને સતત ચાલુ છે ત્યારે અને ગામલોકો નીર્ધાર કરીને બેઠા છે કે જાન દેગે જમીન નહિ, આજે આ વિસ્તારના 12 ગામોમાં સવારથી સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે, ગામલોકો દ્વારા પોતાના તમામ વેપાર ધંધા બંધ રાખ્યા છે તેમજ શાળાઓનો બહિષ્કાર કરી શાળાને તાલાબંધી કરવામાં આવી હતી.
જો કે સમગ્ર ઘટના ને લઈને પોલીસનો મસમોટો કાફલો નીચા કોટડા ગામે દોડી ગયો હતો અને શાળાઓ ખોલવામાં આવી હતી જો કે વિરોધના ભાગ સ્વરૂપ એકપણ વિદ્યાર્થી શાળાએ ગયો ના હતો, નીચા કોટડા સહિતના ગામના લોકો હાલ ઉંચા કોટડા મંદિરે એકઠા થઇ અને ધરણાં પર બેસી ગયા છે અનવ તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી માઇનિંગ ની કામગીરી બંધ કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ ધરણાં પરથી ઉભા નહીં થાય.
સમગ્ર પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટર દ્વારા આ 13 ગામોમાં જાહેરનામું બહાર પાડી અને 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે, જેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જો કે ગામલોકો દ્વારા જણાવ્યું હતું કે તેમનો વિરોધ અહિંસક રીતે ગાંધી ચીંધ્યા માર્ગે ચાલુ જ રહેશે.
