Not Set/ તો ટીવીના ભાભીજી આ દિવસે બીજી ઇનિંગનો કરશે શુભારંભ

ભાભીજી ઘર પર હૈના લોકપ્રિય ભાભીજી બનતા કલાકાર એટલે સૌમ્યા ટંડન.સૌમ્યા  એક મહિના પહેલા જ માતા બની છે. અને હવે તે પોતાનું કામ પણ શરૂ કરી દેવાની છે તેવા અહેવાલ આવ્યા છે.  સૌમ્યાએ નક્કી કર્યું છે કે તે દર્શકોને હસાવવા માટે ફરીથી સ્ક્રિન પર પાછી ફરશે. આ બાબતની જાણકારી શોના પ્રોડયૂસર બેનીફર કોહલીએ જાતે જ […]

Trending Entertainment

ભાભીજી ઘર પર હૈના લોકપ્રિય ભાભીજી બનતા કલાકાર એટલે સૌમ્યા ટંડન.સૌમ્યા  એક મહિના પહેલા જ માતા બની છે. અને હવે તે પોતાનું કામ પણ શરૂ કરી દેવાની છે તેવા અહેવાલ આવ્યા છે.  સૌમ્યાએ નક્કી કર્યું છે કે તે દર્શકોને હસાવવા માટે ફરીથી સ્ક્રિન પર પાછી ફરશે.

આ બાબતની જાણકારી શોના પ્રોડયૂસર બેનીફર કોહલીએ જાતે જ આપી હતી. બેનીફરે  ભાભીજીના સ્પિન ઓફ શો  હપ્પૂ કી અલટન પલટનની લોન્ચિંગ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે સૌમ્યા આગામી મહિને શોમાં પરત ફરી રહી છે.  સૌમ્યાના ન હોવાને કારણે શોની રંગત ઓછી થઈ ગઈ હતી તેમ પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત શોના સેટ પર તિવારીજી, તેમની પત્ની હપ્પૂ સિંહ ઉપરાંત તમામ સ્ટારકાસ્ટ પણ સૌમ્યાને યાદ કરી રહી છે.  આથી અનિતા ભાભી આગામી મહિનાથી શોમાં કમબેક કરશે.

જોકે અનિતા પોતાનું શૂટિંગ શેડ્યૂલ એવું રાખશે જેથી તે પોતાના બાળકને પણ પૂરતો સમય આપી શકે.  વળી અનિતા ભાભી શોમાં પરત આવી રહી હોવાના અહેવાલને પગલે દર્શકોની ઉત્સુકતા પણ વધી ગઈ છે.