મહારાષ્ટ્રના પ્રતાપી એવા છત્રપતિ શિવાજી મહારાજના ગુરૂ સમર્થ રામદાસની આજે પુણ્યતિથી છે. તારીખ પ્રમાણે દર 28 ફ્રેબુઆરીની રોજ તેમની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શિવાજી મહારાજ સમર્થ રામદાસથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પોતાનું રાજ્ય તેમના ચરણોમાં ધરી દીધું હતું. જોકે ગુરૂ રામદાસે કહ્યું હતું કે આ રાજય ન તો તમારું છે ન તો મારું છે. આ રાજ્ય ભગવાનનું છે.
સ્વામી રામદાસનું બાળપણનું નામ નારાયણ સૂર્યજી પંત હતું. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ હતા. અને કહેવાય છે કે તેમને નાની ઉંમરમાં જ પ્રભુ શ્રી રામનો સાક્ષાત્કાર થઈ ગયો હતો માટે તેમનું નામ રામદાસ પડી ગયું હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના ઝાંબ નામના સ્થળે થયો હતો. અને તેઓએ ફાગણ મહિનાની નવમીએ સમાધિ લીધી હતી. જે તારીખ મુજબ 28 ફેબ્રુઆરી હતી. આથી તેમના અનુયાયીઓ આ નવમીને દાસ નવમી તરીકે ઉજવે છે.
તોફાની નારાયણ આ રીતે બન્યા સમર્થ સંત રામદાસ
બાળપણમાં નારાયણ એટલે કે સ્વામી રામદાસ અન્ય બાળકોની જેમ જ તોફાની હતી. તેમના તોફાનોથી પરેશાન માતા રણુબાઈ ખૂબ જ મૂંઝાયેલા રહેતા હતા. લોકો અવાર નવાર નારાયણની ફરિયાદ લઇને માતા રણુબાઈ પાસે પહોંચી જતા. એકવાર કંટાળેલા માતાએ નારાયણને કહ્યું, તુ આખો દિવસ તોફાન કરે છે તારો મોટો ભાઈ જો, આખો દિવસ કામ કરે છે તેને ઘર પરિવારની ચિંતા છે તને તો એવી કોઈ ચિંતા જ નથી. આ વેણ બાળકને લાગી આવ્યા તેણે ઘરની પરિસ્થિતિનો વિચાર કર્યો અને મનમાં વિચાર્યું કે ઘર માટે હું તોફાન બંધ કરું તોય ઘણું. આમ વિચારીને તેઓ શાંતિથી ભગવાનનું ધ્યાન ધરીને બેસી ગયા. અને ઘરના ખૂણામાં બેસેલા નારાયણ કોઈન ત્રણ ચાર દિવસ સુધી મળ્યા નહીં.પછી તેઓ જાતે જ ધ્યાનમાંથી ઉઠયા અને મા પાસે આવ્યા .
આ ઘટના બાદ નારાયણે ઘરનો ત્યાગ કર્યો અને ભગવાનમાં પોતાનું મન પરોવી દીધું. ધ્યાન-યોગને પરિણામે તેઓ મહાન સંત સમર્થ રામદાસ અને શિવાજીના ગૂરૂ બન્યા હતા
