Not Set/ ઇથોપિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ થતા 157ના મોત

અદિસ અબાબા, ઇથોપિયન એરલાઇનની અદિસ અબાબાથી નૈરોબી જઇ રહેલી ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ છે જેમાં સવાર 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બરના મોત થયા છે. ઇથોપિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટમાં 33 દેશોના મુસાફરો હતા અને કોઈ બચ્યું નથી. ક્રેશ થયેલું પ્લેન બોઇંગ 737- 800 MAX પ્રકારનું હતું.આ ફ્લાઇટ અદિસ અબાબાથી 62 કિલોમીટર દૂર […]

Top Stories World

અદિસ અબાબા,

ઇથોપિયન એરલાઇનની અદિસ અબાબાથી નૈરોબી જઇ રહેલી ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ છે જેમાં સવાર 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બરના મોત થયા છે.

ઇથોપિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટમાં 33 દેશોના મુસાફરો હતા અને કોઈ બચ્યું નથી.

ક્રેશ થયેલું પ્લેન બોઇંગ 737- 800 MAX પ્રકારનું હતું.આ ફ્લાઇટ અદિસ અબાબાથી 62 કિલોમીટર દૂર બીશોફુ ટાઉન પાસે સવારેે 8.44 વાગે તૂટી પડ્યું હતું.

આ વાતની જાણકારી ઇથોપિયાના વડાપ્રધાનની ઓફિસે આપી હતી. વડાપ્રધાન અબી એહમદની ઓફિસે ટ્વીટર પર લખ્યું હતું કે, વડાપ્રધાનની ઓફિસ અને ઇથોપિયાના લોકો તરફથી અમે ઇથોપિયન એરલાઇનની ફલાઇટમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના લોકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.