Not Set/ સાબરમતી આશ્રમ પહોંચ્યા રાહુલ-સોનિયા, મંચ પર નહીં કાર્યકર્તાઓ વચ્ચે બેઠા પ્રિયંકા

અમદાવદા, કોંગ્રેસ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની કાર્યસમિતિ (સીડબ્લ્યુસી) બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે તેમની રણનીતિને અંતિમ રૂપ આપશે અને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.CWC બેઠકનો આ અર્થમાં ખુબજ મહત્વ છે કે આ બેઠક સામાન્ય ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત બે દિવસ બાદ થઈ રહી છે. મંચથી દૂર કાર્યકર્તાઓના વચ્ચે બેઠી પ્રિયંકા કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવદા,

કોંગ્રેસ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની કાર્યસમિતિ (સીડબ્લ્યુસી) બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે તેમની રણનીતિને અંતિમ રૂપ આપશે અને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.CWC બેઠકનો આ અર્થમાં ખુબજ મહત્વ છે કે આ બેઠક સામાન્ય ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત બે દિવસ બાદ થઈ રહી છે.

મંચથી દૂર કાર્યકર્તાઓના વચ્ચે બેઠી પ્રિયંકા

કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાબરમતી આશ્રમમાં રાહુલ,સોનિયા અને મનમોહનની સાથે નહીં પરંતુ પાછળના ભાગમાં બેઠી છે. પ્રિયંકા ગાંધી જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ અને અલ્પેશ ઠાકોર સાથે બેઠી છે.

અહીં, અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

પ્રાથના સભાની થઇ શરૂઆત

સૂત્રોએ સમાચાર એજન્સીને કહ્યું કે કૉંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિથી સમગ્ર દેશમાં મજબૂત રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. CWC બેઠક પહેલાં, અમદાવાદમાં રાહુલ અને પ્રિયંકા આવી ચુક્યા છે અને સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજવા કરશે.

લોકસભાની ચૂંટણી પ્રિયંકા લડશે નહીં, કોઈ ચૂંટણી રેલી પણ નહીં કરે 

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં, અને તે ચૂંટણી રેલીઓ પણ કરશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી માટે રેલીઓ અને ભાષણ આપવાની જવાબદારી લીધી છે.

ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસ CWC ની બેઠક થવા જઈ રહી છે. રાજ્યમાં CWC ની છેલ્લી બેઠક 1961 માં યોજવામાં આવી હતી. ,કોંગ્રેસ CWC ની બેઠક પછી કોંગ્રેસ ગાંધીનગરમાં ‘જય જવાન, જય કિશન સભા’ નું આયોજન કરશે, જ્યાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પણ સામિલ થઈ શકે છે. આ બેઠક દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આ સભા દરમિયાન કૉંગ્રેસમાં જોડાશે.