Not Set/ ટીવીનો જાણીતો કોમેડિયન અલી અસગર અકસ્માતમાં માંડ માંડ બચ્યો

મુંબઇ, ટેલિવઝનજ જગતમાં પોતાની કોમેડી દ્વારા દર્શકોના દિલમાં રહેતો અલી અસગર અકસ્માતનો ભોગ બન્યો હતો અને આ અંગેની જાણકારી અલી અસગરે જ પોતાના ફેન્સને ટ્વિટર દ્વારા આપી હતી. અલીએ લખ્યું હતું કે તેની કારનો અકસ્માત થયો હતો. એક બીજી ગાડીએ તેની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. તેના કારણે તેની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. તે […]

Uncategorized

મુંબઇ,

ટેલિવઝનજ જગતમાં પોતાની કોમેડી દ્વારા દર્શકોના દિલમાં રહેતો અલી અસગર અકસ્માતનો ભોગ બન્યો હતો અને આ અંગેની જાણકારી અલી અસગરે જ પોતાના ફેન્સને ટ્વિટર દ્વારા આપી હતી.

અલીએ લખ્યું હતું કે તેની કારનો અકસ્માત થયો હતો. એક બીજી ગાડીએ તેની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. તેના કારણે તેની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

તે સિગ્નલ પર કાર રોકીને ઉભો હતો ત્યારે તેની કાર પાછળ જોરથી અવાજ આવ્યો અને તેની કાર ટ્રક જોડે અથડાઈ હતી. જોકે તેને વધારે વાગ્યું નથી તે માટે અલી અસગરે ઇશ્વરનો તેમજ સત્વરે મદદ કરવા મુંબઈ પોલીસનો પણ આભાર માન્યો હતો.

તેણે એમ પણ કહ્યું હતું કે જો મારી ગાડી ચાલતી હોત તો ભગવાન જાણે શું થયું હોત. આ વિચારથી હું હલી જાઉં છું. અલી અસગર કપિલના શોથી ઘણો લોકપ્રિય થયો હતો.