અમદાવાદ,
અમદાવાદમાં સ્વાઇન ફ્લુથી વર્ષ 2018માં કુલ 29 અને 2019ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 23 સાથે કુલ 52 લોકોના મોત થયા છે. મૃત્યુના આ તમામ કેસનું ડેથ ઓડિટ નિષ્ણાંત તબીબોની પેનલ દ્વારા કરવામાં આવ્યુ છે.
આમાં હજુ બે કેસ પેન્ડિંગ છે. પણ જે 38 કેસનું ઓડિટ થયુ છે. તેમાં એવો ઘટસ્કોટ થયો છે. કે મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોને ગંભીર બીમારી ઉપરાંત સ્વાઇન ફ્લુ પણ હતો.
બે વ્યક્તિ દારૂની ટેવવાળા હોવાના કારણે મૃત્યુ થયા છે. સ્વાઇન ફ્લુ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જીવલેણ સાબિત થયો છે. મૃત્યુનુ કારણ માત્ર સ્વાઇન ફ્લુ જ છે કે કેમ તે માટે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ચાર નિષ્ણાંત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટ કરાવવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક જ દિવસમાં 11 કેસ નોંધવામાં આવ્યા છે.
લક્ષણો
સ્વાઈન ક્લૂનાં લક્ષણો હળવા પણ હોય છે અને તીવ્ર પણ હોય છે. સામાન્યથી ભારે તાવ (101 થી 104 ફે.), ઉદારસ, ગળામાં દુખવું, કળતર, અશક્તિ, માથું દુઃખવું, કાકડા પર સોજો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી કે અતિસાર, થાક લાગવો, ગળફામાંથી લોહી પડવું, પેટમાં ગરબડ, ઠંડી લાગવી, શ્વાસ ચડવો, વગેરે સ્વાઈન ફ્લુના લક્ષણો છે.
અસરો
અસ્થમા, ડાયાબિટીસ, દમ, હદય રોગ અને મેદસ્વિતાથી પીડાતા વયસ્કો તેમજ બાળકો અને સગર્ભામહીલાઓ વધારે ઝડપથી આ રોગની અસર હેઠળ આવી શકે છે.
તેમનામાં આ રોગનાં લક્ષણો તીવ્રપણે જોવા મળે છે. 70 ટકા જેટલા રોગીઓ એવા છે કે જેઓ 5 વર્ષ કરતાં ઓછી અને 65 વર્ષ કરતાં વધુ વયના હોય છે. તંદુરસ્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે. પરંતુ એવા કિસ્સાઓ અપવાદ રૂપ હોય છે.
સાવચેતીના પગલાં
સ્વાઇનફ્લુથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રત્યેક વર્ષે તેની રસી લેવી. આ રસી 60 થી 70 ટકા રક્ષણ આપે છે.
સ્વયં લેવા જેવી કાળજી
* પાણી વઘારે પીવું, પૂરતી ઊંઘ લેવી. પૌષ્ટિક આહાર લેવો અને ગંદકીથી દૂર રહેવું.
* ઉધરસ કે છીક આવે ત્યારે મોઢુ અને નાક રૂમાલ ડે કપડાંથી ઢાંક્વું.
* આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરતાં પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા.
* શકય હોય ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું.
* ભીડભાડવાળી જગ્યાએ જવું નહી. મેળા, મંદિરે, થિયેટરમાં અને અન્ય એવા કાર્યક્રમો કે જેમાં વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આ રોગચાળો ફેલાય છે ત્યાં સુધી જવાનું ટાળવું.
* બીમાર લોકોની નજીક જવું નહિ. જવું પડૅ એમ જ હોય તો માસ્ક પહેંરૅલો રાખવો.
* ઘરમાં કોઈને ભારે શરદી કે ઉધરસ થયા હોય તો તેમને માસ્ક પહેરાવવાનોં આગ્રહ રાખો.
* આ રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને કામ પર કે શાળાએ મોકલવા નહિ.
* ડોકટરની સલાહ વગર જાતે કોઇ એલોપેથી દવા લેવી નહિ.
