Not Set/ હોળીના તહેવારમાં આ રંગોનું છે ખાસ મહત્વ

હોળી રંગોનો તહેવાર છે અને આ પર્વમાં દરેક રંગનું પોતાનું મહત્વ છે.  આમ તો સાત સૂરની જેમ સાત રંગો મહત્વના ગણાય છે.

Religious Dharma & Bhakti Navratri 2022
હોળી

હોળી રંગોનો તહેવાર છે અને આ પર્વમાં દરેક રંગનું પોતાનું મહત્વ છે.  આમ તો સાત સૂરની જેમ સાત રંગો મહત્વના ગણાય છે. હોળીના દરેક રંગો માનવીના જીવન પર આગવો રંગ છોડી જાય છે. રંગોનું આગવું જ્યોતિષ છે. જેથી તમે પણ હોળી ધૂળેટી રમવા માટે તમારા માટે લકી કલરની પસંદગી કરી શકો છો.  રંગના ઉપયોગથી માનસિક શાંતિ તેમજ ઉન્નતિ પ્રાપ્ત થાય છે.તમારે માનસિક રીતે મજબૂતી જોઈતી હોય તો  તમે ગુલાબી રંગ કે ગુલાલથી ધૂળેટીનો આનંદ મનાવો

પીળો રંગ કૃષ્ણથી માંડીને  ગણપતિ જેવા દરેક દેવને પસંદ છે.  આથી સોના –ચાંદીનો વેપાર કરનારાએ  પીળા રંગથી રંગે રમવુ શુભ મનાય છે.

લાલ રંગથી હોળી રમવી શુકનિયાળ છે.  લાલ રંગ સ્વાસ્થ્ય અને યશમાં વૃદ્ધિ અપાવે છે. ભૂમિ સાથે જોડાયેલા લોકો જેમ કે ખેડૂત, બ્રોકર વગેરે માટે લાલ રંગથી ધૂળેટી રમવી શુકનિયાળ મનાય છે. વેપારી ,શિક્ષક,વકીલ, વિદ્યાર્થી  અને લેખકોએ લીલા રંગથી રંગોત્સવની ઉજવણી કરવી જોઈએ.

લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી કમ્પ્યૂટર અને હાર્ડવેર એન્જિનિયર લીલા રંગનો પ્રયોગ હોળી રમવા કરવો જોઈએ.અભિનેતા તેમજ  રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ વાદળી રંગથી હોળી રમવી જોઈએ.

તમે કેસરી રંગથી પણ હોળી રમી શકો છો.

આ પણ વાંચો :આજ સુધી હોલિકા દહન પર ગ્રહોનો આવો દુર્લભ શુભ સંયોગ થયો નથી, સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે કરો આ કામ

આ પણ વાંચો :હોલિકા દહન શા માટે કરવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણો જાણો

આ પણ વાંચો :હોળી હોળી પર પતિ-પત્નીએ કરવા જોઈએ આ ઉપાય, જીવનની મુશ્કેલીઓ દૂર થશે, થશે પ્રગતિ

આ પણ વાંચો : 17 માર્ચ 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ