બેંગ્લુર,
કર્ણાટકની પ્રતિષ્ઠિત બેંગલોર સાઉથ સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા બીકે હરિપ્રસાદને માત આપવા માટે ભાજપે રાજ્યમાં પોતાના રાઇઝિંગ સ્ટાર એલએસ તેજસ્વી સુર્યાને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. આ સીટ માટે સ્વર્ગસ્થ નેતા એચએન અનંત કુમારના પત્નિ તેજસ્વીની પણ દાવેદાર હતા.
જો કે ભાજપે પુર્વ સ્વર્ગસ્થ મિનિસ્ટર એચએન અનંતકુમારના પુત્ર તેજસ્વી સુર્યા પર કેટલાક રાજકીય કારણોસર દાવ અજમાવ્યો છે. મંગળવારે રાત્રે 2.48 વાગે સુર્યાને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ ચોંકી ગયા છે.
પોતાને ટીકીટ મળતાં જ 28 વર્ષના તેજસ્વીએ કહ્યું કે હું પીએમ મોદીના નવા ભારતનો એમ્બેસેડર છું.તેજસ્વી સુર્યાને ટીકીટ મળ્યા પછી ભાજપના બીજા નેતાઓની જેમ ખુદ તેને પણ આંચકો લાગ્યો હતો.સુર્યા કહે છે કે હું તો પાણી પુરી ખાતો હતો જ્યારે મને આ સમાચાર મળ્યા.
તેજસ્વી સુર્યા વ્યવસાયે વકિલ છે અને સાઉથનાં રાજ્ય કર્ણાટકની મહત્વપુર્ણ બેઠક બેંગ્લુરૂ સાઉથ પરથી ટીકિટ આપી છે. બેંગ્લુરૂ સાઉથ સીટ પર દિગ્ગજ દિવંગત ભાજપી નેચા અનંત કુમારની બેઠક છે, તેઓ અહિંથી સાંસદ છે. જે મોદી સરકારમાં સંસદિય કાર્ય રાજ્યમંત્રી હતાં. તેમનાં અવસાન બાદ તેજસ્વી સુર્યાને આ સીટ પરથી ટીકિટ આપવામાં આવી છે. લંબાણપૂર્વકની ચર્ચા અને બેઠકો બાદ તેજસ્વી સુર્યાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે.
નામ જાહેર થયા બાદ તેજસ્વીએ જણાંવ્યું કે આ મેસજ ટાઇપ કરતી વખતે મારા હાથ ધૃજે છે. ગત વર્ષે પાર્ટીનાં પ્રમુખ અમિત શાહની મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો.એક કલાક સુધી ચાલેલી મિટીગમાં તેમનાથી હું ઘણો પ્રભાવિત થયો હતો.તેમની સાથે વાત કરીને હું ઘણો પ્રેરિત થયો હતો.તેમની સાથે વાત કરીને હું ઘણો પ્રભાવિત થયો અને ઉંઘી શક્યો નહતો. તેમની દ્રઢતા,આદર્શ જબરદસ્ત છે.આભાર
OMG OMG!!! I can't believe this.
PM of world's largest democracy & President of largest political party have reposed faith in a 28 yr old guy to represent them in a constituency as prestigious as B'lore South. This can happen only in my BJP. Only in #NewIndia of @narendramodi— Tejasvi Surya (@Tejasvi_Surya) March 25, 2019
