Not Set/ #RCBvsMI: મલિંગાના ‘નો બોલ વિવાદ’ પર ભડક્યો વિરાટ

બેંગ્લોર, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય લીધા બાદ મુંબઇ ઇન્ડિયન્સની શાનદાર શરૂઆત બાદ ચહલે સારું પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી છે. જયારે રોહિત શર્મા 33 બોલમાં 48 રન, યુવરાજ સિંહ 23 રન, જયારે  હાર્દિક પંડ્યા એ 14 બોલમાં 32 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં […]

Top Stories Sports

બેંગ્લોર,

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય લીધા બાદ મુંબઇ ઇન્ડિયન્સની શાનદાર શરૂઆત બાદ ચહલે સારું પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી છે. જયારે રોહિત શર્મા 33 બોલમાં 48 રન, યુવરાજ સિંહ 23 રન, જયારે  હાર્દિક પંડ્યા એ 14 બોલમાં 32 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરીને ટીમનો સ્કોર 187 બનાવ્યો હતો.

જવાબમાં આ લખાઇ રહ્યું છે ત્યારે બેંગલોરે 16  ઓવર બાદ 147 રન 4 વિકેટના નુકસાને બનાવી દીધા છે. કોહલી 46 રન બનાવી આઉટ થઇ ગયો હતો.  હેટમાયર 5રન.  ડી ગ્રેંડહોમ 0 અને મી. 360 તરીકે જાણીતા બેટ્સમેન ડી વિલીયર્સ 41 બોલમાં 70 રન બનાવ્યા હતા. પરંતુ બેંગ્લોરને જીતાડી ના શક્યો.

આ સાથેજ કોહલી એ આઉટ થયા પહેલાં IPL કેરીઅર ના 5000 જયારે મી. 360 એ 4000 રન પુરા કર્યા છે.

મેચમાં ટર્નિગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે બેંગ્લોરને 1 બોલમાં 7 રનની જરૂર હતી. મલીંગાએ  બોલ યોર્કર ફેંકતા 1 રન આવતા બેંગ્લોર 6 રને હારી ગયું. પરંતુ તે બાદ કેમેરામાં જોતા ખબર પડી કે છેલ્લા બોલ પર મલિંગાનો પગ ક્રીસ બહાર નીકળી ગયો હતો. એટલે તે નો બોલ હતો, પરંતુ એમ્પાયરે આના પર ધ્યાન આપ્યું નહી.

આ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ એમ્પાયર પર કટાક્ષ કરતાં  કહ્યું કે “અમે IPL લેવલની મેચ રમી રહ્યાં છે ના કે ગલી ક્રિકેટ. એવામાં એમ્પાયરોએ પોતાની આંખો ખુલી રાખવી જોઈએ. આ બહુજ અપમાનજનક છે. જો આ મેચ માર્જીનની હોત તો મને ખબર નથી કે શું થાત. પરંતુ એમ્પાયરોએ આવી નાજુક પળ પર શાર્પ અને સાવધાન રહેવું જોઈએ. આ સાથેજ ડીવિલીયર્સ ના પ્રયાસની પ્રશંસા કરી હતી. અને જણાવ્યું હતું કે, હારની જવાબદારી પૂરી ટીમની છે અને મુંબઈ નસીબદાર રહી અને સહતે મલીંગા પણ.

રોહિત શર્માએ કોહલીને સમર્થન આપતા જણાવ્યું કે, જયારે હું મેદાનની બહાર આવી રહ્યો હતો ત્યારે મને કોઈએ કહ્યું કે, છેલ્લો બોલ નો-બોલ છે. આવી ભૂલ મેચ માટે સારી નથી. મને આશા છે કે એમ્પાયર આવી ભૂલ ફરીથી નહી કરે.