Not Set/ કલમ 370 ખતમ કરાશે તો કાશ્મીર ભારત સાથે સંબંધો કાપી નાંખશે: મહેબૂબા મુફ્તી

દેશમાં જેમ જેમ ચૂંટણી પ્રચાર વધી રહ્યો છે તેમ તેમ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો અને કલમ 370ને હટાવવાનો  મામલો ગરમાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પહેલાથી જ અલગાવવાદી નેતાઓ પર સંકજો કસાવાથી ત્યાના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે ત્યારે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી તેમનું નામાંકન દાખલ કરાવ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા […]

India

દેશમાં જેમ જેમ ચૂંટણી પ્રચાર વધી રહ્યો છે તેમ તેમ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો અને કલમ 370ને હટાવવાનો  મામલો ગરમાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પહેલાથી જ અલગાવવાદી નેતાઓ પર સંકજો કસાવાથી ત્યાના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે ત્યારે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી તેમનું નામાંકન દાખલ કરાવ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે જો અમિત શાબ 35A, 370 પર ડેડલાઈન આપી રહ્યા છે, તો તેમની પાર્ટી પણ એક ડેડલાઈન આપશે. અમે જમ્મુ-કાશ્મીરના વિલય સંધિ ખતમ કરવાની ડેડલઆઈન આપીશું. વધુમાં તેમણે કહ્યુ કે જો કલમ 370 હટાવવામાં આવેશે તો અમારા હાથમાં તિરંગો નહી હોય.આ પહેલા પણ મહેબૂબા મુફ્તીએ કલમ 370ને લઈ સરકાર પર નિવેદન આપી ચુક્યા છે.