સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા.લીંબડી-રાજકોટ હાઇવે પરથી લકઝરી બસ પસાર થઇ રહી હતી.આ દરમિયાન બલદાણા પાટિયા નજીક ટ્રક અને લકઝરી બસ આમનેસામને આવી ગયા હતા.જેથી આ બન્ને ધડાકાભેર અથડાયા હતા.બે લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે ચાર થી પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
