જૂનાગઢ,
એક તરફ ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે.તો બીજી તરફ જૂનાગઢના ગડુ ગામે પાણીનો બગાડ થઇ રહ્યો છે.ગડુ ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું.લીકેજ થતાં હજ્જારો લિટર પાણી વહી ગયું હતું.જેથી વગર ચોમાસે પણ ચોમાસા જેવી સ્થિતિ પેદા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ઉનાળામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે તેવામાં અહીંયા પાણીનો બગાડ થતો અટકાવવા માટે તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે.
https://youtu.be/qarGMZNHJOo
