Not Set/ પીએમ મોદીની બાયોપિક પર રોક લગાવવાનો સુપ્રીમકોર્ટનો ઇન્કાર, કહ્યું ચૂંટણીપંચ આ અંગે લેશે નિર્ણય

દિલ્હી, મંગળવારે સુપ્રીમ કોર્ટે વિવેક ઓબેરોય અભિનીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ની રિલીઝ પર રોક લગાડવાની અરજી ફગાવી દીધી છે. ન્યાયાલયની ખંડપીઠે જણાવ્યું હતું કે ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર નથી આપવામાં આવ્યું. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે આ નિર્ણય ચૂંટણીપંચે કરવાનો છે કે આ ફિલ્મ આદર્શ આંચારસહિતાનું […]

Top Stories India Entertainment

દિલ્હી,

મંગળવારે સુપ્રીમ કોર્ટે વિવેક ઓબેરોય અભિનીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ની રિલીઝ પર રોક લગાડવાની અરજી ફગાવી દીધી છે. ન્યાયાલયની ખંડપીઠે જણાવ્યું હતું કે ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર નથી આપવામાં આવ્યું. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે આ નિર્ણય ચૂંટણીપંચે કરવાનો છે કે આ ફિલ્મ આદર્શ આંચારસહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં.

નોંધનીય છે અગાઉ સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવાયેલી બાયોપિકની રિલીઝ પર રોક માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મને હજુ સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મળવાનું બાકી છે.

અગાઉ પીઠે કોંગ્રેસના એક કાર્યકરના ફિલ્મની કોપી માટેની તેની વિનંતીને ફગાવી દીધી હતી. અરજીકર્તા તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ ફિલ્મની એક કોપી માટે આગ્રહ કર્યો હતો જેના જવાબમાં પીઠે તેને આ ફિલ્મની કોપીની વિનંતી શા માટે સ્વીકારવામાં આવે તેવો સવાલો કરવામાં આવ્યા હતા? આ અંગે નિર્દેશ આપવાનું કારણ કહેવા જણાવ્યું હતું.

અગાઉ આ મામલે સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશે ફિલ્મને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર નથી મળ્યું તેવુ જણાવ્યું હતું. તેના પર દલીલ કરતા સિંઘવીએ કહ્યું હતું કે ફિલ્મ નિર્માતા સંદિપ સિંહે મૂવિ 11 એપ્રિલના રોજ રિલીઝ થશે તેવું નિવેદન આપ્યું હતું.
તેના જવાબમાં પીઠે તર્ક રાખ્યો હતો કે સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મળી જવાની આશા પર નિર્માતાએ બાયોપિક 11 એપ્રિલના રિલીઝ થશે તેવું નિવેદન આપ્યું હોય. પીઠ મુજબ હાલમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે કોઇ નક્કર કારણ ઉપલબ્ધ નથી.