ભારતીય ટી 20 લીગની 12 મી સીઝન સૂકાનીઓ માટે સારી નથી જઈ રહી એવુ લાગી રહ્યુ છે. રોહિત, રહાણે અને ધોની પછી હવે વિરાટ કોહલી પર દંડ ફટકારાયો હતો. 13 એપ્રિલે મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબ સામે સ્લો ઓવર રેટના કારણે વિરાટ પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. ભારતીય ટી -20 લીગની આચાર સંહિતા અનુસાર આ તેમની ટીમનો પ્રથમ ગુનો હતો. વિરાટ પહેલા, મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાનના સુકાની અજિંક્ય રહાણેને સ્લો ઓવર રેટના કારણે 12-12 લાખનો દંડ ફટકારાયો હતો. હાલમાં જ ચેન્નાઈના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ગ્રાઉન્ડમાં અમ્પાયર સાથે બોલાચાલી કરતી વખતે, ધોની પર કાર્યવાહી કરવામાં આવી હતી..જેમાં ધોની પર અધિકારીઓએ મેચ ફી પર 50% દંડ ફટકાર્યો હતો.
