Not Set/ જેટ એરવેઝના 1100 પાયલટો નહીં ભરે ઉડાન, સેલેરી ના મળતા લેવાયો નિર્ણય

મુંબઇ, આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલી જેર એરવેઝને એક મોટો ઝટકો લાગ્યો છે. જેટ એરવેઝે પગારની ચૂકવણી ના કરતા 1100 પાયલટે સોમાવારથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો છે. પાયલટ ઉપરાંત એન્જિનિયર અને વરિષ્ઠ અધિકારીઓને પણ પગારની ચૂકવણી નહીં કરાઇ. દેવામાં ડુબેલી જેટ એરવેઝે અન્ય વર્ગના કર્મીઓને પણ માર્ચ મહિનાનો પગાર નથી આપ્યો. આ વિશે એક […]

India Business

મુંબઇ,

આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલી જેર એરવેઝને એક મોટો ઝટકો લાગ્યો છે. જેટ એરવેઝે પગારની ચૂકવણી ના કરતા 1100 પાયલટે સોમાવારથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો છે. પાયલટ ઉપરાંત એન્જિનિયર અને વરિષ્ઠ અધિકારીઓને પણ પગારની ચૂકવણી નહીં કરાઇ.

દેવામાં ડુબેલી જેટ એરવેઝે અન્ય વર્ગના કર્મીઓને પણ માર્ચ મહિનાનો પગાર નથી આપ્યો. આ વિશે એક સૂત્રએ જણાવ્યું હતું કે તેઓને છેલ્લા સાડા ત્રણ મહિનાથી વેતનની ચૂકવણી નથી કરાઇ અને તેઓને ક્યારે ચૂકવણી કરાશે તે અંગે પણ અનિશ્વિતતા પ્રવર્તેલી છે. તેથી જ અમે 15 એપ્રિલથી વિમાન નહીં ઉડાડવાનો નિર્ણય લીધો છે. એનએનજીના દરેક 1100 પાયલટ સોમવારે ઉડાન નહીં ભરે.

નોંધનીય છે કે દેવામાં ડુબેલી જેટ એરવેઝ દ્વારા 90 ટકા જેટલી ફ્લાઈટો બંધ કરવામાં આવી છે જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ સોમવાર સુધી બંધ રાખવામાં આવી છે.

વધુ વાંચો – https://api.mantavyanews.in/india-jet-airways-in-financial-crisis-employees-demand-for-filing-fir-against-founder-ceo/