નવી દિલ્લી,
અગાઉ ચૂંટણી પંચે ફિલમ પર પ્રતિબંધ લગાવતા કહ્યુ હતું કે ચૂંટણી સુધી ફિલ્મ રજૂ કરવામાં નહીં આવે. આ મુદ્દે સેસર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને પણ આદેશ આપવામાં આવ્યા હતા.
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર ચૂંટણી પંચની રોક બાદ ફિલ્મ નિર્માતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે ચૂંટણી પંચ પહેલા ફિલ્મ જુઓ. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ચૂંટણી પંચ શુક્રવાર પહેલા આ નિર્ણય કેવી રીતે લઈ શકે. ચૂંટણી પંચે ફિલ્મ પર પ્રતિબંધ લગાવતા પહેલા આ ફિલ્મ જોવી જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ.
નોંધનીય છે કે અગાઉ ચૂંટણી પંચે ફિલમ પર પ્રતિબંધ લગાવતા કહ્યુ હતું કે ચૂંટણી સુધી ફિલ્મ રજૂ કરવામાં નહીં આવે. આ મુદ્દે સેસર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને પણ આદેશ આપવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ મુજબ એવી કોઇ બાયોપિક જેમાં કોઈ પાર્ટી કે નેતાને બતાવવામાં આવી રહ્યા છે તો એ ફિલ્મ ચૂંટણી પહેલા રીલીઝ કરવામાં નહીં આવે. દરમિયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ સીબીએફસીએ પહેલા જ રીલીઝની મંજૂરી આપી દીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યો છે જેમાં વિવેક ઓબેરોયે મુખ્ય ભૂમિકા નિભાવી છે.
નોંધનીય છે કે વિપક્ષી દળ આ ફિલ્મની ઘણી આલોચના કરી રહ્યો છે. અને તેમનું કહેવું છે કે આ ફિલ્મ ભાજપાને ચૂંટણીમાં લાભ આપી શકે છે. કારણ કે ચૂંટણી પહેલા જ આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. ગત મંગળવારે સુપરીમ કોર્ટે કોંગ્રેસના એક કાર્યકર્તાની એક ફિલ્મ પર રોક લગાવવાની અરજીને પણ ફગાવી દીધઈ હતી. ન્યાયલયે કહ્યું હતું કે આવા મુદ્દા ઉઠાવવા માટે ચૂંટણીપંચ યોગ્ય જગ્યા છે.
નોંધનીય છે કે જ્યારથી ફિલમ નરેન્દ્ર મોદી બનવાન શરૂઆત થઈ ત્યારથી આ ફિલમ કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહી છે અને હવે બરાબર ચૂંટણી ટાણે આ ફિલમ રજૂ થશે કે નહીં તે અંગે ઘણી અટકળો સેવાઈ રહી છે.
