મુંબઇ,
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારને ચૂંટણી લડવાની જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે.સોમવારે અક્ષય કુમારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર એવી પોસ્ટ મુકી જેનાથી ચૂંટણી લડવાની ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.અક્ષય કુમારે ટ્વીટ કરતાં લખ્યું કે હું એક નવા ક્ષેત્રમાં પગ મુકવા જઇ રહ્યો છું.હું હવે કઇક એવું કરીશ જે મેં ક્યારય પણ ના કર્યું હોય.હું મારા પગલાને કારણે ઉત્સાહિત છું અને નર્વસ પણ.અપડેટ્સ માટે જોડાયેલા રહો.
અક્ષય કુમારની આ ટ્વીટ પછી સોશિયલ મીડીયામાં લોકોએ તરહ તરહની ચર્ચાઓ શરૂ કરી હતી જેમાં તેમના રાજનીતિમાં જોડાવવા વિશે સૌથી વધુ ટ્વીટ થઇ હતી.હાલ ચૂંટણીની મોસમ છે ત્યારે એવી અટકળો પણ તેજ થઇ હતી કે અક્ષય કુમાર ભાજપમાં જોડાશે અને લોકસભાની ચૂંટણી લડશે.
જો કે આવા તર્ક વિતર્કો પછી અક્ષય કુમારે તરત જ ખુલાસો કરવો પડ્યો હતો કે તેમની અગાઉની ટ્વીટ પર લોકોએ આટલો બધો રસ બતાવ્યો તે બદલ તે સૌનો આભારી છે પરંતું તે ખુલાસો કરવા માંગે છે કે તે ચૂંટણી લડવાનો નથી.
આમ અક્ષય કુમારે સ્પષ્ટ ચોખવટ કરી હતી કે તે રાજનીતિમાં નથી આવી રહ્યાં.અક્ષય કુમારે આવી ચોખવટ કરતાં તેના ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.કેટલાંક ચાહકોએ રાજનીતિને ગંદી જગ્યા જણાવીને અક્ષય કુમાર જેવા સાફ માણસને તેના દુર રહેવા સલાહ આપી હતી.
