Not Set/ વિવેક ડોભાલ માનહાનિ મામલામાં જયરામ રમેશને 9 મે ના કોર્ટમાં હાજર રહેવા ફરમાન

પટિયાલા હાઉસ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલના પુત્ર વિવેકની અવમાનના અરજી પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશને 9 મે રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે કૈરવેન પત્રિકાના એડિટર ઇન ચીફ, રિપોર્ટરને ન્યાયાલયે જામીન આપ્યા છે. નોંધનીય છે કે ગત સુનાવણીમાં ન્યાયાલયે જયરામ રમેશ, કારવાં મેગેઝિનના સંપાદક પારસ નાથ અને રિપોર્ટર કૌશલ […]

India

પટિયાલા હાઉસ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલના પુત્ર વિવેકની અવમાનના અરજી પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશને 9 મે રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે કૈરવેન પત્રિકાના એડિટર ઇન ચીફ, રિપોર્ટરને ન્યાયાલયે જામીન આપ્યા છે.

નોંધનીય છે કે ગત સુનાવણીમાં ન્યાયાલયે જયરામ રમેશ, કારવાં મેગેઝિનના સંપાદક પારસ નાથ અને રિપોર્ટર કૌશલ શ્રોફને સમન્સ જારી કર્યા હતા. મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ વિશાલને ત્રણને 25 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કર્યા હતા. કારવાં પત્રિકામાં છપાયેલા એક લેખમાં પોતાની માનહાનિ બતાવીને વિવેકે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

16 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલા એખ લેખમાં દાવો કરાયો હતો કે વિવેક એવી અનેક કંપનીઓ સાથે જોડાયેલા છે જે ટેક્સ બચાવવા માટે બનાવાઇ ગઇ છે અને તેને વિદેશમાં કાળુ નાણું જમા કર્યું છે. નોંટબંધીના સમયે પણ આ કંપનીઓ દ્વારા ખૂબજ કમાણી થઇ હતી.

આ લેખ બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી જયરામે એક પ્રેસ કોન્ફરન્સમાં વિવેકની મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ લેખમાં છપાયેલા દાવા વિશે જણાવતા વિવકે આ દરેક કંપનીઓ ડી-કંપની સાથે સંલગ્ન છે તેવું કહ્યું હતું અને ડી-કંપની દાઉદ ઇબ્રાહિમ માટે ઉપયોગ થાય છે તેવું કહ્યું હતું.