Not Set/ શાહરૂખને મળવા મન્નત પહોચ્યા આમિર-સલમાન, શું થઇ વાત જાણો

મુંબઇ, બોલિવુડમાં 2 દસકથી પણ વધુ રાજ કરી રહેલા ત્રણેય(શાહરૂખ,સલમાન,આમિર) ખાન એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય એકસાથ જોવા મળે તેવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળે છે. તેમની દોસ્તી કેટલી મજબૂત છે તેનાથી દરેક પરિચિત છે. મળતી માહિતી અનુસાર આ ત્રણેય ખાન શાહરૂખનાં બાન્દ્રા સ્થિત ઘરે કોઇ ખાસ મીટીંગથી ભેગા થયા હતા. આ મીટીંગની ખાસ […]

Uncategorized

મુંબઇ,

બોલિવુડમાં 2 દસકથી પણ વધુ રાજ કરી રહેલા ત્રણેય(શાહરૂખ,સલમાન,આમિર) ખાન એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય એકસાથ જોવા મળે તેવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળે છે. તેમની દોસ્તી કેટલી મજબૂત છે તેનાથી દરેક પરિચિત છે. મળતી માહિતી અનુસાર આ ત્રણેય ખાન શાહરૂખનાં બાન્દ્રા સ્થિત ઘરે કોઇ ખાસ મીટીંગથી ભેગા થયા હતા.

આ મીટીંગની ખાસ વાત કરીએ તો તેને મીડિયાથી અલગ કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ આ ત્રણેય ખાન પોતાના કેરિયરને લઇને વાતચીત કરવા ભેગા થયા હતા. તેમની આ મુલાકાત સાંજે શરૂ થઇ જે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલી હતી. જો કે તેમના વચ્ચે અન્ય કઇ બાબતો પર ચર્ચા થઇ તે હજુ સામે આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે જેની શાહરૂખ અને આમિર ઘણા વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, આ ત્રણેય ખાનની ગત વર્ષની ફિલ્મો ફ્લોપ રહી હતી. જેમા શાહરુખની જીરો, આમિરની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને સલમાનની રેસ-3 ફ્લોપ રહી હતી.