Not Set/ SBI એ દેશની પહેલી ગ્રીન લોન રજૂ કરી, જાણો શું છે ગ્રીન લોન

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં સૌથી પહેલા સસ્તી ગ્રીન કાર લોનની રજૂઆત કરી છે. બેંકે આ લોનના રેટ્સ અન્ય સામાન્ય ઓટો લોનની સરખામણીએ 0.20 ટકા ઓછા નિર્ધારિત કર્યા છે. જો કે લોનધારકો માટે લોનને લઇને કેટલીક પૂર્વાધિન શરતો પણ નિર્ધારિત કરાઇ છે. સૌથી ઓછી ઇએમઆઇ અને સરળ દસ્તાવેજીકરણ આ લોનની […]

Business

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં સૌથી પહેલા સસ્તી ગ્રીન કાર લોનની રજૂઆત કરી છે. બેંકે આ લોનના રેટ્સ અન્ય સામાન્ય ઓટો લોનની સરખામણીએ 0.20 ટકા ઓછા નિર્ધારિત કર્યા છે. જો કે લોનધારકો માટે લોનને લઇને કેટલીક પૂર્વાધિન શરતો પણ નિર્ધારિત કરાઇ છે. સૌથી ઓછી ઇએમઆઇ અને સરળ દસ્તાવેજીકરણ આ લોનની વિશિષ્ટતા છે. માત્ર કેટલીક શરતો બાદ લોનધારકોને આ લોન પ્રાપ્ત થશે. જણાવી દઇએ કે હાલમાં બેંક લોનધારકો પાસેથી આ લોન માટે પ્રોસેસિંગ ચાર્જ તરીકે કોઇ રકમની વસૂલાત નહીં કરે.

Paperwork

શું છે ગ્રીન કાર લોન – એસબીઆઇએ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદ કરનારા ગ્રાહકોને વ્યાજમાં 0.20 ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે લોન્ચ થયેલી ભારતની પહેલી ગ્રીન કાર લોન છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનો આ લોનનો મુખ્ય ઉદ્દેશ છે.

ગ્રીન કાર લોનના ફીચર્સ

  • સામાન્ય કાર લોનની સરખામણીએ વ્યાજદરોમાં 0.20 ટકાની વધુ છૂટ
  • કાર લોનની ચૂકવણી માટે 8 વર્ષની અવધિ
  • ગ્રીન કાર લોન્ચ થયાના છ મહિનાની અવધિમાં SBI ગ્રાહકો પાસેથી કોઇ પ્રોસેસિંગ ફીની વસૂલાત નહીં કરે.
    ન્યૂનત્તમ વ્યાજદર, સસ્તી EMI
  • અધિકત્તમ 8 વર્ષનો લોન ભરપાઇનો સમયગાળો
  • ઓન રોડ ફાઇનાન્સ
  • On Road પ્રાઇઝ પર નોંધણી તેમજ વિમાની સવલત
  • અવધિ પહેલા લોનની ચૂકવણી પર કોઇ વધારાનું શુલ્ક નહીં
  • કોઇ આગોતરા ઇએમઆઇ નથી
  • એફડી સામે લોનની સુવિધા

લોન માટે આપવા પડશે આ દસ્તાવેજો

  • પાછલા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • 2 પાસપોર્ટ ફોટો
  • પાસપોર્ટ, પેન કાર્ડ, વોટર આઇડી
  • તાજેતરની સેલેરી સ્લિપ, ફોર્મ 16
  • વેપારી વર્ગ માટે 2 વર્ષનું રિટર્ન
  • કૃષિક્ષેત્રના આવેદકે જમીનના દસ્તાવેજો બતાવવા પડશે