Not Set/ ધોરણ-10 માં 93% થી પાસ થઇ “પટિયાલા બેબ્સ”ની એક્ટ્રેસ અશનૂર કૌર

મુંબઈ, ટીવી એક્ટ્રેસ અશનૂર કૌર માટે સોમવારનો દિવસ એક સામાન્ય વર્કિંગ ડે હતો. તે આ સમયે “પટિયાલા બેબ્સ”ટીવી સિરિયલમાં લીડ રોડ નિભાવી રહી છે. જ્યારે સોમવારે, સીબીએસઇના ધોરણ દસનું પરિણામ જાહેર થયું પછી ખબર પડી કે આ પરીક્ષામાં અશનૂર 93 પાર્સન્ટ નંબરોથી પાસ થઇ છે. અશનૂર કંડિવલીના રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિણામ વિશે […]

Uncategorized

મુંબઈ,

ટીવી એક્ટ્રેસ અશનૂર કૌર માટે સોમવારનો દિવસ એક સામાન્ય વર્કિંગ ડે હતો. તે આ સમયે “પટિયાલા બેબ્સ”ટીવી સિરિયલમાં લીડ રોડ નિભાવી રહી છે. જ્યારે સોમવારે, સીબીએસઇના ધોરણ દસનું પરિણામ જાહેર થયું પછી ખબર પડી કે આ પરીક્ષામાં અશનૂર 93 પાર્સન્ટ નંબરોથી પાસ થઇ છે. અશનૂર કંડિવલીના રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

Image result for patiyala bebs

પરિણામ વિશે વાત કરતી વખતે અશનૂર કહ્યું, ‘મને 90 પર્સન્ટ નંબરોની આશા હતી, પરંતુ મને ખબર જ ના પડી કે મને 93 પર્સન્ટ નંબર મળ્યા. તે મારા માટે ખૂબ આનંદની વાત છે. હું મારૂ રીજલ્ટ જોવા સમયે ખૂબ જ નર્વસ હતી પરંતુ જ્યારે મેં જોયું ત્યારે મને આનંદ થયો. મારી માતા પણ ત્યાં હાજર હતા અને મારી સફળતા જોવી તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. શૂટિંગના સેટ પર પણ બધાએ મને શુભેચ્છા પાઠવી.’

Image result for patiyala bebs

અશનૂર કહે છે કે સીરીયલ સાથે જ અભ્યાસને મેનેજ કર્યું ખૂબ મુશ્કેલ છે. જો કે અશનૂર એક્ટિંગ ઉપરાંત અભ્યાસમાં પણ ખૂબ રસ છે. તેણે કહ્યું, ‘હું એક્ટિંગ સાથે સાથે મારા અભ્યાસ માટે પણ ખૂબ જ જૂનુની છું. મને ખબર છે કે જો હું એક્ટિંગ કરવા માટે મારી કારકિર્દી બનાવીશ તો આ તો હું મારું અભ્યાસ પૂર્ણ કર્યા પછી કરીશ. તે ખૂબ મુશ્કેલ હતું, મને યાદ છે કે મારા ડાયલોગ્સ યાદ કરવા સાથે સાથે અભ્યાસ પણ કરતી હતી. હું મારા મેકઅપ રૂમમાં અભ્યાસ કરતી હતી.

Image result for patiyala bebs